વરસાદી માહોલ:શહેર સહિત રાજ્યભરમાં આજે માવઠું થવાની શક્યતા, પ્રહલાદનગર, સેટેલાઇટમાં છાંટા પડ્યા

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેસર અરબ સાગરમાં પ્રવેશીને વેલમાર્ક લો-પ્રેસરથી ડિપ્રેશનમાં પરિવર્તિત થયુું છે, જેની અસરોથી આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે વરસાદી છાંટાથી લઈ ઝાપટાં પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળ‌વાથી મધ્યમ ઝાપટા પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી તાપમાનમાં વધારો થયો છે તેમ જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં વાતાવરણમાં અસ્થિરતા સર્જાશે, ગરમ-ઠંડા પવનો અને ભેજને લીધે રાજ્યના વિવિધ વિસ્તારમાં માવઠું થવાની શક્યતા છે.હવામાન વિભાગના આંકડા મુજબ, બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી વધી 31.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 8 ડિગ્રી વધીને 21 ડિગ્રી નોંધાયું હતું.

આગામી 24 કલાક દરમિયાન અમદાવાદમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ છવાશે તેમ જ કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યનાં મોટા ભાગનાં શહેરોનું મહત્તમ તાપમાન વધી 31 ડિગ્રી અને લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી વધુ નોંધાયું છે.

અન્ય સમાચારો પણ છે...