તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના પર રાજકારણ:કોંગ્રેસના આક્ષેપો પર નીતિન પટેલનો પલટવાર, કહ્યું- કોંગ્રેસ ગેરમાર્ગે દોરવાનું બંધ કરે, કોરોનાની કામગીરીથી પ્રજા સંતુષ્ટ

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ફાઈલ તસવીર - Divya Bhaskar
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ફાઈલ તસવીર
  • નાગરિકોની સેવા કરવાને બદલે કોંગ્રેસ હીનકક્ષાની રાજનીતિ કરે છે એ અત્યંત નિંદનીય: નાયબ મુખ્યમંત્રી

કોરોનાના વધી રહેલા કેસ મામલે રાજ્યના 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી હતી. જોકે સરકારની કામગીરી સામે કોંગ્રેસ દ્વારા સતત પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. જેને લઈને આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, કોરોનાના સંક્રમણથી નાગરિકોને બચાવવા એ અમારી નૈતિક ફરજ છે, એ અમે સુપેરે નિભાવી છે. જેનાથી નાગરિકો સંતુષ્ટ છે એટલા માટે જ તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અમને સત્તા સોંપી છે. આના પરિણામે બેબાકળી બનેલી કોંગ્રેસ અને તેના નેતાઓ નાગરિકોના આરોગ્યના સાથે ચેડાં કરવાની વૃત્તિને આગળ ધરીને રાજનીતિ કરવા નીકળેલી કોંગ્રેસને આ શોભતું નથી.

"કોંગ્રેસ પ્રેજાને ગેરમાર્ગે દોરી રહી છે"
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ કોરોનાની રાજ્ય સરકારની કામગીરી સંદર્ભે કરેલા આરોપોને ફગાવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યું કે, આજે જ્યારે નાગરિકોને સુરક્ષા પુરી પાડવાની જરૂરિયાત છે ત્યારે કોંગ્રેસ વાહિયાત નિવેદન કરીને પ્રજાને ગેરમાર્ગે દોરે છે એ અત્યંત નિંદનીય છે. સંક્રમણને રોકવા માટે અમારી સરકાર છેલ્લા એક વર્ષથી સંનિષ્ઠ પ્રયાસો કરી રહી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ પદે રચાયેલી કોર કમિટિની બેઠકો એક પણ રજા રાખ્યા સિવાય છેલ્લા એક વર્ષથી અવિરતપણે મળી રહી છે અને આ બેઠકોમાં અનેક જનહિતકારી નિર્ણયો કર્યા છે જેના પરિણામે કોરોનાના સંક્રમણને અટકાવી શક્યા છીએ.

રાજ્યમાં 40 હજાર RT-PCR અને 60,000 એન્ટિજન ટેસ્ટ કરાય છે
રાજ્ય સરકાર કોરોનાના આંકડા છૂપાવે છે તેને વખોડતાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં હાલના તબક્કે કેસોની સંખ્યા વધી તે વાત સાચી છે પરંતુ, રાજય સરકાર કોઇપણ પ્રકારના આંકડા છુપાવવા માંગતી નથી. રાજયમાં હાલની પરિસ્થિતિએ 40,000 જેટલા RT-PCR ટેસ્ટ અને 60,000 જેટલા એન્ટિજન ટેસ્ટ કરવામાં આવે છે. આ પૈકી પોઝીટીવ આવતા તમામ વ્યકિતઓની નોંધણી કરવામાં આવે છે, તેઓને પુરતી સારવાર આપવામાં આવે છે.

કોરોના સંક્રમિત નાગરિકો માટે ત્રિ-સ્તરીય સુવિધા
તેમણે કહ્યું કે, કોરોના સંક્રમિત નાગરિકોને સારવાર આપવા માટે રાજયમાં ત્રિ-સ્તરીય સુવિધા ઉભી કરવામાં આવી છે. એટલે કે કોવિડ કેર સેન્ટર જયાં સામાન્ય લક્ષણોવાળા અથવા તો લક્ષણો વગરના દર્દીઓને સારવાર પુરી પડાય છે. કોવિડ હેલ્થ સેન્ટર જયાં મધ્યમ લક્ષણો ધરાવતા તેમજ સામાન્ય લક્ષણ અને કોઇ અન્ય બિમારી ધરાવતા દર્દીઓને સારવાર પુરી પડાય છે તેમજ કોવિડ હોસ્પિટલ જયાં ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓને સારવાર પુરી પડાય છે. આવા સેન્ટરોમાં હાલની સ્થિતિએ 55,549થી વધુ બેડ ઉપલબ્ધ છે અને આગામી સમયમાં રાજય સરકાર જરૂર જણાય વધુ બેડ ઉપલબ્ધ કરાવી શકશે.

રાજ્યમાં પાછલા અઠવાડિયે 5000 બેડ ઉમેરાયા
વધુમાં, ગત સપ્તાહ દરમ્યાન રાજય સરકારે ખાનગી હોસ્પિટલોને પણ કોવિડ હેલ્થ સેન્ટર અને કોવિડ કેર સેન્ટર માટે માન્યતા આપવાનું નકકી કરેલ છે. જેને અનુલક્ષીને ગત સપ્તાહમાં રાજયમાં 5000 જેટલા બેડ વિવિધ મહાનગરોમાં ઉમેરાયા છે. અમદાવાદમાં આવેલ 1200 બેડ હોસ્પિટલ એ કોવિડ-19ની સારવારમાં શરૂઆતના તબકકાથી ખુબ જ સારી કામગીરી કરી રહી છે. હાલમાં ત્યાં વધી રહેલા દર્દીઓને ધ્યાનમાં લઇ રાજય સરકારે કિડની ઇન્સ્ટીટયુટ અને યુ.એન.મહેતા હોસ્પિટલમાં પણ વધારાના 1000 બેડ ઉભા કરવાનું નકકી કર્યુ છે. રાજયમાં 3433 વેન્ટીલેટર કોવિડ-19 હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે. આમ વેન્ટીલેટરની કોઇ પ્રકારની ઘટ હાલ રાજયમાં નથી અને તમામ દર્દીઓને જરૂર જણાય પુરતી સઘન સારવાર મળી રહે છે.

3 લાખ રેમડેસીવિર ઈન્જેક્શનનો ઓર્ડર આપ્યો
​​​​​​​
તેમણે ઉમેર્યું કે, કોરોનાની સારવાર માટે ઉપયોગી એવા રેમડેસિવિર ઈન્જેક્શન દર્દીઓને સત્વરે ઉપલબ્ધ થાય તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજયના તમામ જિલ્લા અને શહેરોમાં રેમડેસિવિર ઈન્જેક્શનોની ઉપલબ્ધી સુનિશ્ચિત કરવામાં આવી છે અને રાજ્ય સરકારે 3 લાખથી વધુ રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ કરાવવા ઓર્ડર પણ આપી દીધો છે. 6 એપ્રિલ સુધી રાજયમાં 78,85,630 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં ૪૫ વર્ષ થી વધુ વયના 59,62,402 વ્યકિતઓને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો