અમદાવાદ ક્રાઇમ ન્યૂઝ:રામોલમાંથી યુએસ એમ્બેસીના અધિકારી બની અમેરિકનના વિઝા આપવનું કહી 15 લાખની ઠગાઇ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ ખાનગીમાં અનેક કોલ સેન્ટરો ધમ ધમી રહ્યા છે. તેવામાં શહેરના રામોલ વિસ્તારમાં લાંબા સમયથી અમેરિકનના વિઝા આપવના નામે નાગરિકોને છેતરતું એક કોલ સેન્ટર ચાલતું હતું. તેના પર રામોલ પોલીસે દરોડા પાડી પાંચ શખસોને પકડી પાડ્યા હતા. આ ટોળકી યુએસ એમ્બેસીના અધિકારીઓ બનીને સામાન્ય લોકોને વિઝા અપાવવાનું કહીને ઠગાઇ કરતા હતા. આ અંગે રામોલ પોલીસે 14.97 લાખની ઠગાઇનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

પોલીસે રેડમાં પાંચ શખ્સો પકડાયા
રામોલ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વિઝા આપવના નામે ઠગાઇનું એક સેન્ટર ચાલી રહ્યું હતું. જેની માહિતી પોલીસને મળી હતી. પોલીસે રેડ કરતા પાંચ શખસો પકડાયા હતા. પોલીસ સ્ટેશનમાં રવિન્દ્રકુમાર પટેલે ફરિયાદ નોધાવી હતી કે, ઓકટોબર 2020થી 2022 સુધીના સમય ગાળા દરમિયાન ટોળકીએ તેમની સાથે ઠગાઇ આચરી હતી. જેમાં આકાશ ઉર્ફે મી ડેવીડ ફર્નાડીઝ સુનિલ મેકવાન, ચિરાગ ઉર્ફે જીગો ઉર્ફે વિરલ નટવરલાલ દલવાડી, ભરત ઉર્ફે જીગર ઉર્ફે આશિષ કિશોર પંચાલ, ભાવિશ શાહ અને પ્રાશ ઉર્ફે પકો ઉર્ફે સુરેશ ગદાણીએ ભેગા મળી સોશિયલ મિડીયા, વોટ્સએપ દ્વારા ઠગાઇ આચરી હતી.

અમેરિકનના વિઝા આપવનું કહી ઠગાઇ
રામોલ પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી હતી કે, પોતે મુંબઇ ખાતે યુએસએ એમ્બેસીના અધિકારીઓ છે અને ખોટી ઓળખ આપી યુએસએ જવા માટે રસ ધરાવનાર લોકોને વિઝા મેળવી આપવાની વાત કરી ઠગાઇ આચરતા હતા. આરોપીઓએ રવિન્દ્ર પાસે ટુકેટ ટુકડે 14.97 લાખ આંગડિયા પેઢી દ્વારા મેળવી લીધા અને વિઝા અપાવ્યા ન હતા. આ અંગે રામોલ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

ગુજરાતના સૌથી મોટા બુટલેગરનો પાર્ટનર ઝડપાયો
ગુજરાતમાં રોજનો ત્રણ કરોડનો દારૂ સપ્લાય કરનાર વિનોદ સિંધી અને તેની ગેંગને તોડી પાડવા માટે તમામ પ્રયાસો હાથધર્યા છે. વિજિલેન્સના ડરથી વિનોદ સિંધી વિદેશ ભાગી ગયો છે. જ્યારે તેના સાથીઓ એક પછી એક પકડાઈ રહ્યા છે. હવે આખા ગુજરાતમાં દારૂનો સપ્લાય કરવામાં મદદ કરનાર વિનોદ સિંધીનો સૌથી મોટો પાર્ટનર જોગિન્દરને મધ્યપ્રદેશ બોર્ડરથી વિજિલન્સ ટીમે ઝડપી લીધો છે. પકડાયા બાદ ગુજરાતમાં દારૂમાં મદદ કરનાર તમામ પોલીસ કર્મચારીઓને પણ ફાફડાડવી આપી ગયો છે કે, તેનું નામ ક્યાં ખુલ્લી ન જાય હવે આ સમગ્ર મામલે ખુદ વિજિલન્સના એસપી ઝીણવટ ભરી તપાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...