વ્યાજદરમાં વધારો:SBIના 25 લાખના લોનધારકો વર્ષે 2500 EMI વધુ ચૂકવશે, બેન્કની વાર્ષિક કમાણી 1250 કરોડ સુધી વધશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • RBIએ વ્યાજદર નથી વધાર્યા, પરંતુ ટોચની બેન્કોએ લોનના દર વધારી દીધા, ઓક્ટોબર 2019 પહેલાંની તમામ લોન મોંઘી થશે
  • SBI, એક્સિસ બેન્કના MCLRમાં 0.10% વધારો; SBIની કુલ લોન 18 લાખ કરોડ, 65થી 70 % ઓક્ટો. 2019 પહેલાંની
  • 18 લાખ કરોડનું SBIનું લોન વિતરણ, 1250 કરોડથી વધુ કમાણી કરશે

વૈશ્વિક સ્તરે સેન્ટ્રલ બેન્કોએ વ્યાજદર વધારાની શરૂઆત કરી છે, જ્યારે આરબીઆઇ વેઇટ એન્ડ વોચ નીતિ અપનાવી રહી છે, પરંતુ દેશની ટોચની બેન્કો રિઝર્વ બેન્કની અવગણના કરી વ્યાજદર વધારાની શરૂઆત કરી ચૂકી છે. દેશની અગ્રણી બેન્ક એસબીઆઇએ MCLR દર 0.10 ટકા વધાર્યો છે, જેના કારણે ઓક્ટોબર 2019 પહેલાંની તમામ હોમ, ઓટો તથા પર્સનલ લોન મોંઘી થશે. SBIના 25 લાખ લોનધારકોએ વર્ષે 2500 રૂપિયા વધુ ચૂકવવા પડશે. જોકે બેન્કને એનાથી વર્ષે 1250 કરોડની કમાણી થશે. એક્સિસ તથા બેન્ક ઓફ બરોડાએ પણ 0.05 ટકાનો વધારો કર્યો છે.

આરબીઆઈએ સતત 11મી વખત રેપો રેટ યથાવત્ રાખ્યો હોવા છતાં દેશની ટોચની સરકારી બેન્ક એસબીઆઈએ એમસીએલઆરમાં 10 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે, જે 15 એપ્રિલથી લાગુ થશે. એસબીઆઇએ અત્યારસુધીમાં કુલ 18 લાખ કરોડની લોનનું વિતરણ કર્યું છે, જેમાં 65-70 ટકા લોન ઓક્ટોબર-2019 પહેલાંની છે, જેને ધ્યાનમાં લેતાં જૂની લોન પર વ્યાજદરમાં ઇફેક્ટ આવશે, જ્યારે નવી લોન રેપોરેટ સાથે સંલગ્ન હોવાથી જ્યાં સુધી રેપોરેટ નહીં વધે ત્યાં સુધી લોનધારકોને રાહત રહેશે.

જાહેર સેક્ટરની અગ્રણી બેન્ક એસબીઆઇએ દેશભરમાં સરેરાશ 18 લાખ કરોડથી વધુની રકમનું લોન વિતરણ કર્યું છે, જેમાં 70 ટકા લોન MCLR આધારિત એટલે કે 12.5 લાખ કરોડની લોન જૂના નિયમો આધારિત છે, જેમાં MCLR વધારો તરત જ લોનના દર પર જોવાશે. આવા સંજોગોમાં 25 લાખની હોમલોનના ગ્રાહકો પાસેથી ભલે વાર્ષિક 2500 જ વધારે એકત્ર કરે, પરંતુ બેન્કને સરેરાશ 1250 કરોડથી વધુની કમાણી થશે.

MCLR હોમ લોનધારકોએ વર્ષે રૂપિયા 2500 વધારે ચૂકવવા પડશે

લોન7%7.10%વાર્ષિક વૃદ્ધિ
25 લાખ14583147922508
50 લાખ29167295834992
1 કરોડ583335916710008

(નોંધ: એસબીઆઈની સ્થિતિ મુજબ, મુદ્દત 20 વર્ષ)

ઓટો લોનધારકોએ વર્ષે રૂ. 1500થી 2500 વધારે વધુ ચૂકવવા પડશે

લોન7%7.10%વાર્ષિક વૃદ્ધિ
5 લાખ29172958492
15 લાખ875088751500
25 લાખ14583147922508

(7થી 10 વર્ષની મુદતની ઓટો લોન માટેના દર)

પર્સનલ લોનધારકોએ વર્ષે રૂપિયા 500થી 4000 વધારે ચૂકવવા પડશે

લોન8%8.00%વાર્ષિક વૃદ્ધિ
5 લાખ32923333492
15 લાખ9875100001500
40 લાખ26333266674008

(સંદર્ભઃ બેન્કબાઝાર.કોમ, વ્યાજના દરો વિવિધ બેન્કોમાં જુદા-જુદા)