GST વિભાગની દાદાગીરી:સોફ્ટવેરમાં ખામી છતાં બે વખત ટેક્સ ભરવાનું કહે છે; કરદાતા ફરી ટેક્સ ન ચૂકવે તો રોજના 200 લેખે પેનલ્ટી

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એડવાન્સ ભરેલો ટેક્સ ફરીથી ભરાવી રિફંડ લેવા કહેવાયું

જીએસટીમાં નાના કરદાતા રિટર્ન વર્ષે ફાઈલ કરે છે પરંતુ દર મહિને એડવાન્સ ટેક્સ ભરે છે. આ વખતે કરદાતાઓએ રિટર્ન ફાઈલ કર્યું તો તેમની પાસે એડવાન્સ ટેક્સ માગવામાં આવ્યો હતો. સોફ્ટવેરની ખામીને લીધે એડવાન્સ ટેક્સ ભરી ચૂકેલા કરદાતાને ફરી ટેક્સ ભરવા કહેવાયું હતું. જો કરદાતા ટેક્સ ન ભરે તો રોજના રૂ.200 લેખે પેનલ્ટી ચૂકવવી પડતી હોય છે.

150 કરોડથી ઓછું ટર્ન ઓવર ધરાવતા નાના વેપારીને આઇટીસી લીધા વગર 1 અને 2 ટકા જીએસટી ભરવાનો હોય છે. નાના વેપારીએ માસિક સ્કેલ લાયેબિલિટીનું સ્ટેટમેન્ટ અને વાર્ષિક જીએસટી-4 રિટર્ન ભરવાનું હોય છે.

2021-22ના વાર્ષિક રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ હતી. જ્યારે કરદાતા જીએસટીઆર-4 રિટર્ન ઓનલાઇન ભરવા જાય તો તેમણે ટેક્સ ભર્યો હોવા છતાં બાકી બતાવતો હતો. એટલે કે કરદાતાએ દર મહિને ભરેલો ટેક્સ આઉટપુટ લાયેબિલિટીમાં બતાવે છે. આમ સોફટવેરની ખાનીના કારણે કરદાતાએ એડવાન્સ ભરેલો ટેક્સ ફરી ભરવો પડ્યો છે. આને લઇને વિરોધ થતા જીએસટી પોટર્લ દ્વારા એડવાઇઝરી જાહેર કરીને જણાવામાં આવ્યું છે કે, આ સોફટવેરની ખામી સુધારી શકાય તેમ ન હોવાથી કરદાતાએ બતાવામાં આવેલો તમામ ટેક્સ ભરવો પડશે. તેમજ એડવાન્સ ભરેલા ટેક્સનું રિફંડ માગવાનું રહેશે. આમ નાના વેપારીઓને આખા વર્ષનો ટેક્સ ભરવો પડશે. 60 ટકા કરદાતા પોતાનું રિટર્ન ભરી શકયા નથી. જેમને દરોજના રૂ. 200 લેખે પેનલ્ટી સાથે ટેકસ ભરવો પડશે.