તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસનો પલટવાર:'ચીમનભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, કેશુભાઈ પટેલ સહિતના દિગ્ગજ આગેવાનો ભાજપનો વિકલ્પ ન બની શક્યા, દિલ્હીથી આવેલા કેવી રીતે બની શકે?'

અમદાવાદએક મહિનો પહેલા
અર્જુન મોઢવાડિયાની ફાઈલ તસવી�
  • કેજરીવાલના આક્ષેપોનો કોંગ્રેસે સણસણતો જવાબ આપ્યો.
  • ગુજરાતમાં BJPનો વિકલ્પ કોંગ્રેસ હતી, છે અને રહેશે: અર્જુન મોઢવાડિયા
  • આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે એક દિવસના ગુજરાતના પ્રવાસે છે. તેમણે આજે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે ગુજરાતની ખરાબ સ્થિતિ પાછળ ભાજપ-કોંગ્રેસનું કારસ્તાન ગણાવી દીધું હતું. સાથે જ તેમણે કહ્યું હતું કે, ભાજપને જરૂર પડી ત્યારે કોંગ્રેસે માલ સપ્લાય કર્યો છે. એવામાં ગુજરાતમાં ભાજપનો વિકલ્પ કોંગ્રેસ જ રહેશે તેમ અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરીને જણાવ્યું છે. કોંગ્રેસે પણ સક્રિય થઈને આ મામલે પ્રતિક્રિયા આપવામાં આપી છે.

દિલ્હીથી આવેલા કેવી રીતે ગુજરાતનો વિકલ્પ બની શકે?
ગુજરાતમાં ભાજપની મજબૂતીનો અર્જૂન મોઢવાડિયાએ કર્યો સ્વીકાર છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, 'સ્વ.ચીમનભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, સ્વ.કેશુભાઈ પટેલ સહિતના દિગ્ગજો ભાજપનો વિકલ્પ ન બની શક્યા તો દિલ્હીથી આવેલા કેવી રીતે બની શકે? વિકલ્પ કોંગ્રેસ હતો, છે અને રહેવાનો.' આમ તેમણે સ્પષ્ટ રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લોકો સ્વીકારશે નહીં તેમ જણાવ્યું હતું.

કેજરીવાલના આક્ષેપ પર કોંગ્રેસના જવાબ
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ અરવિંદ કેજરીવાલના આક્ષેપો પર કહ્યું, મંદી, મોંઘવારી અને મહામારીમાં સપડાયેલ દેશની જનતા માટે આશ્વાસનના બે શબ્દ ન બોલનાર દિલ્હીના મુખ્યમંત્રી કોંગ્રેસ પર આક્ષેપ કરવાની રાજનીતિ કરે છે. આક્ષેપ કરવા એ આમ આદમી પાર્ટીનો સ્વભાવ છે. આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. ભાજપને ફાયદો કરાવવા તે ગુજરાત આવ્યા છે. કેજરીવાલ ખેડૂત અને શિક્ષણ આરોગ્ય મુદ્દે ચુપ રહ્યા. કોંગ્રેસ સતત ભાજપ સામે લડતી આવી છે. કોંગ્રેસ જનતાની રાજનીતિ કરે છે.

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી

'આપ એ ભાજપની બી ટીમ બનીને ગુજરાત આવી'
મનીષ દોશીએ વધુમાં કહ્યું, કોંગ્રેસની સરકારે લોકોપયોગી કાયદા અને હક આપ્યા છે. આગામી દિવસોમાં પણ ગુજરાતના લોકોના પ્રશ્નોને લઇ પ્રજા વચ્ચે જશે. ભાજપ તમામ મોરચે નિષ્ફળ રહેતાં બી ટીમ બનીને આપ ગુજરાત આવ્યા. ભાજપ ધાક ધમકી અને રૂપિયાના જોરે ધારાસભ્યોને તોડે છે. શું કેજરીવાલ ધારાસભ્યોની ખરીદીવાની ભાજપની નીતિને પ્રોત્સાહન આપી રહ્યા છે? આ જવાબ કેજરીવાલે જનતાને આપવો જોઈએ.

આમ આદમી પાર્ટી 182 બેઠકો પર ચૂંટણી લડશે
આમ આદમી પાર્ટી 182 બેઠકો પર ચૂંટણી લડશે

કોંગ્રેસ તો ભાજપના ખિસ્સામાં, કોરોનામાં બંને પાર્ટીએ ગુજરાતને અનાથ તરછોડ્યું
કેજરીવાલે ઉમેર્યું હતું કે, હકીકતમાં તો ગુજરાતમાં કોંગ્રેસ આજે ભાજપના ખિસ્સામાં છે. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં બંને પાર્ટી વચ્ચે મિત્રતા છે અને બંને ભેગા મળીને રાજ કરી રહી છે.આજે ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ગુજરાતમાં સરકારી હોસ્પિટલોની બદતર હાલત છે, ગુજરાતમાં સરકારી સ્કૂલો મરવા પડી છે. આ બધા માટે આ બંને ભાજપ-કોંગ્રેસની મિત્રાચારી જ જવાબદાર છે. કોરોનાના કપરાકાળમાં તો એક વર્ષથી બંને પાર્ટીઓએ મળીને ગુજરાતને અનાથ તરછોડી દીધું છે.

2022માં ગુજરાતની તમામ 182 સીટ પર આપ ઝંપલાવશે
કેજરીવાલે ઘોષણા કરી હતી કે, આગામી 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજ્યની તમામ 182 સીટ પર આપ લડશે. ગુજરાતમાં આજ યુવાનો બેરોજગાર છે, વિદ્યાર્થીઓને સારું શિક્ષણ નથી મળતું. સરકારી સ્કૂલો અને હોસ્પિટલોની હાલત ખરાબ છે. હવે ગુજરાતનું મોડલ ગુજરાતના પોતાના લોકો જ તૈયાર કરે તે સમય પાકી ગયો છે. હું અહીં જનતાના મુદ્દાઓની વાત કરવા જ આવ્યો છું અને જનતા જ અમારો ચહેરો છે કારણ કે કેજરીવાલ તો બહુ નાનો માણસ છે. દિલ્હીના 2 કરોડ લોકો પોતાનું પ્રારબ્ધ નક્કી કરી ચૂક્યા છે અને હવે ગુજરાતનો વારો છે.