મહિલાઓનો હલ્લાબોલ:અમદાવાદના સોલામાં ફરી દારૂ વેચાય છે કહીને મહિલાઓ દારૂના અડ્ડા પર પહોંચી, ખાલી પોટલીઓ મળી

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા અર્બુદાનગર પાસે દારૂ વેચાતો હોવાની જાણ થતા સ્થાનિક મહિલાઓ ત્યાં પહોંચી ગઈ હતી જે જગ્યાએ દારૂની ખાલી પોટલીઓ મળી હોવાનું મહિલાઓનો આક્ષેપ છે આ અંગેની જાણ સ્થાનિક પોલીસને થતા સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી હતી ત્યારબાદ સોલા પોલીસમાં આ અંગે મહિલાઓની અરજી લઈને તપાસ કરવામાં આવી રહી છે આ અંગે સોલાઈ કહે છે કે આ કચરો છે અહીંયા દારૂ મળ્યો નથી જ્યારે મહિલાઓ સૂત્રોચાર અને ગુમો પાડીને દારૂ હોવાનો દાવો કરી રહી હતીઅમદાવાદ શહેરમાં સોલા વિસ્તારમાં આવેલા અર્બુદનગર પાસે દારૂ વેચાતો હોવાની બૂમો પાડતા મહિલાઓ પહોંચી ગઈ હતી સંખ્યાબંધ મહિલાઓ ત્યાં પહોંચીને દારૂની બધી દૂર કરવા માટે સૂત્રોચાર કરી રહી હતી ત્યારે આ જગ્યાએથી કેટલીક દારૂની પોટલીઓ ખાલી મળી આવી હતી જેમાં તે સમયે દારૂ ન હતો આ મહિલાઓમાં સામેલ સીમા બેને દિવ્યભાસ્કરને જણાવ્યું કે અમે ત્યાં પહોંચ્યા ત્યારે આ પોટલીઓમાં દુર્ગંધ મારી રહી હતી પણ પોલીસ કહે છે કે અહીંયા આ કચરો છે અમે કીધું આ પુરાવા તરીકે આ કોથળીઓ લઈ લો ત્યારબાદ અમારી અરજી લીધી હતીઆ અંગે સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ એનઆર વાઘેલા દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે આ કચરો છે તે જગ્યાએથી દારૂ મળી આવ્યો નથી અમે હાલ અરજી લીધી છે અને તપાસ કરી રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...