તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવાનોનો પોકેટમનીનો સદ્ઉપયોગ:લૉકડાઉને બચત કરી આપી, કેશથી કાર ખરીદી, સોલાર સિસ્ટમ નખાવી

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
લૉકડાઉનમાં ફેક્ટરીના લાઇટબિલમાંથી 2 લાખ રૂપિયા બચ્યાં તો સોલર પેનલ લગાવી. - Divya Bhaskar
લૉકડાઉનમાં ફેક્ટરીના લાઇટબિલમાંથી 2 લાખ રૂપિયા બચ્યાં તો સોલર પેનલ લગાવી.
 • બહારના ખર્ચ બંધ થાય તો લાખો રૂપિયાની વસ્તુ ખરીદાય તેનું ઉદાહરણ

લૉકડાઉનના સમયે ઘણાં શહેરીજનોના વધારાનાં ખર્ચ પર કામ મુકાયો હતો. જેથી તેમણે તે કાપ મુકાયેલ ખર્ચમાંથી બચત કરીને તે રકમમાંથી જીવન જરૂરિયાતની કે તેમને ગમતી ચીજો વસાવી છે. એક વ્યક્તિએ પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટનાં લાઇટબિલનો ખર્ચ બચાવી સોલાર પેનલ લગાવી. હવે તે આજીવન ઘરનું લાઇટ બિલ બચાવશે જ્યારે અન્યએ ફેમિલી ઈન્કમની બચતમાંથી આપીને કાર ખરીદી છે.

લૉકડાઉનમાં ફેક્ટરીના લાઇટબિલમાંથી 2 લાખ રૂપિયા બચ્યાં તો સોલર પેનલ લગાવી
સુનિલ માખીજાએ કહ્યું- અમારું શર્ટ-ટીશર્ટ મેન્યુફેક્ચરિંગનું કામ છે. મોટાભાગે એડવાન્સ સ્ટોક બનાવીને કામ કરીએ છીએ. લૉકડાઉન પહેલા એડવાન્સ સ્ટોક બનાવીને રાખ્યો હતો. લૉકડાઉન થયા બાદ 6 મહિના બંધ પાળવું પડ્યું પણ તેનાથી ફાયદો એ થયો કે, અમારા મેન્યુફેક્ચરિંગ યુનિટનું જે મહિનાનું લાઈટ બિલ 35000 આવતું હતું તે નહિવત થઈ ગયું અને 6 મહિના સુધી સતત લાઈટ બિલમાંથી 2 લાખ રૂપીયાની બચત થઇ. જેનાથી ઘરે સોલાર પેનલ લગાવી અને તેનાંથી હવે ઘરનું લાઈટ બિલ સાવ ફ્રી થઈ ગયું છે.

​​​​​​​લૉકડાઉનમાં ફરવાના, બહાર ખાવાના ખર્ચ બંધ થયાં તેમાંથી કાર ખરીદી લીધી
​​​​​​​ક્રિષ્ના ઉપાધ્યાયે જણાવ્યું કે, લૉકડાઉન પહેલા લોન પર કાર લેવાનો વિચાર કર્યો હતો પણ લૉકડાઉનના સમયમાં નહિવતનો ખર્ચ જેમકે બહાર જમવા જવુ, મિત્રો સાથે ફરવા જવાનાં ખર્ચ ઘટી ગયા. તે ઉપરાંત ઘરની બહાર નીકળવાનું બંધ હોવાથી અન્ય ખર્ચા પણ ઓછાં થઈ ગયો હતો. માટે મમ્મી, પપ્પા અને મારી સેલરીમાંથી લૉકડાઉનનાં સમયમાં બચત કરીને કાર ખરીદવા માટે ખુટતા પૈસા ભેગા થઈ ગયા અને લોનની જગ્યાએ રોકડા રૂપીયા આપીને કાર ખરીદી શકીએ તેટલી રકમ એકત્ર થઈ શકી. જેથી લૉકડાઉન બાદ રોકડેથી કાર ખરીદી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો