સૌની યોજના / સૌરાષ્ટ્રના 25 જળાશયો, 120 તળાવો અને 400 ચેકડેમો નર્મદાના નીરથી ભરાશે

Saurashtra's 25 reservoirs, 120 lakes and 400 check dams will be filled with Narmada water
X
Saurashtra's 25 reservoirs, 120 lakes and 400 check dams will be filled with Narmada water

  • 21 મેથી મોરબી અને રાજકોટ જિલ્લાના તળાવો ભરવાની કામગીરી શરૂ થઇ
  • ભૂગર્ભ જળસ્ત્રોત પણ રિચાર્જ થતાં જળસ્તર ઊંચા આવતા ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળશે

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 08:17 PM IST

ગાંધીનગર. સૌરાષ્ટ્ર-કચ્છની જીવાદોરી સમાન ‘સૌની’ યોજના અન્વયે સૌરાષ્ટ્રના 25 જળાશયો, 120 તળાવો અને 400થી વધુ ચેકડેમમાં 4 હજાર મીલિયન ઘનફૂટ પાણી લિફ્ટ કરવાનો નિર્ણય મુખ્યમંત્રી રૂપાણી દ્વારા લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, આ નિર્ણયને પરિણામે સૌરાષ્ટ્ર પ્રદેશના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવતાં ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી મળશે. એટલું જ નહીં, લોકોની પીવાના પાણીની સમસ્યા હલ થશે તેમજ ઢોર-ઢાંખરને પણ પાણી મળી રહેશે. 

ત્રણ તબક્કામાં ચાલી રહી છે કાર્યવાહી
સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આવેલ આ જળાશયો, તળાવો અને ચેકડેમોને ભર ઉનાળામાં ભરવા માટે અંદાજે 4 હજાર મિલિયન ઘન ફૂટ નર્મદાના નીર સિંચાઈ વિભાગ દ્વારા લિફ્ટ કરવામાં આવશે. આ કામગીરી ત્રણ તબક્કામાં ચાલી રહી છે, મોરબીના મચ્છુ-2 જળાશયથી જામનગરના ઉંડ-1 જળાશય સુધીની લિંક-1ની પૂર્ણ થયેલી કામગીરી દ્વારા મોરબી અને રાજકોટ જિલ્લાના તળાવો ભરવાની કામગીરીનો પ્રારંભ તારીખ 21મી મે 2020થી શરૂ કરી દેવાયો છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના અન્ય વિસ્તારોમાં ‘સૌની’ યોજનાની અન્ય ત્રણ લિંક કેનાલો દ્વારા આ તળાવો, જળાશયો, ચેકડેમો તબક્કાવાર આયોજનબદ્ધ રીતે ટૂંક સમયમાં ભરવામાં આવશે.

પીવાના પાણીની સમસ્યાનો હલ થશે
આ જળાશયો, ચેકડેમો અને તળાવો ભરાવાથી ઉનાળાની સિઝનમાં ઢોરઢાંખરને પીવાના પાણી સહિત નાગરિકો માટે પણ પીવાના પાણીની સમસ્યાનો હલ થશે. સાથે-સાથે ભૂગર્ભજળ પણ રિચાર્જ થવાનો મહત્વનો ફાયદો થતાં સિંચાઇ માટે પાણી પણ મળી રહેશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, સૌની યોજના અંતર્ગત તબક્કા-1ની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. તબક્કો-2 પૂર્ણતાને આરે છે અને ત્રીજા તબક્કાની કામગીરી પ્રગતિમાં છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી