તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:સૌરાષ્ટ્ર-કચ્છમાં કાળઝાળ ગરમી પડશે, વિધાનસભામાં ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક પસાર, 5 વર્ષ સુધીની સજા અને રૂ.2 લાખ સુધીના દંડની જોગવાઈ

અમદાવાદ11 દિવસ પહેલા

નમસ્કાર!

ગુડ ફ્રાઈડે હોવાથી આજે પણ બેંકો બંધ રહશે, બેંકિંગ કામકાજ નહીં થઈ શકે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આજે પણ મીડિયાકર્મીઓને કોરોના વેક્સિન અપાશે.

સૌથી પહેલા જોઈએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ50,029.83+520.68
ડોલરરૂ.73.44+0.33
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ46,700+900

આ 4 ઘટના પર રહેશે નજર
1) ગીર, સોમનાથ, કચ્છ, પોરબંદર અને રાજકોટમાં કાળઝાળ ગરમી પડશે.
2) ગુડ ફ્રાઈડે હોવાથી આજે પણ બેંકો બંધ રહેશે, બેંકિંગ કામકાજ નહીં થઈ શકે.
3) અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આજે પણ મીડિયાકર્મીઓને કોરોના વેક્સિન અપાશે.
4) ગોંડલના કુખ્યાત નિખિલ દોંગાની ઉત્તરાખંડથી ધરપકડ, આજે રાજકોટ લાવવામાં આવશે.

1) ગુજરાત વિધાનસભામાં ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક પસાર, 5 વર્ષ સુધીની સજા અને રૂ.2 લાખ સુધીના દંડની જોગવાઈ
ગુજરાત વિધાનસભામાં ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 બહુમતીથી પસાર થયું છે. આ વિધેયકમાં 5 વર્ષ સુધી સજા અને રૂ.2 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધી સજા અને રૂ.3 લાખ દંડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષ જોગવાઈ છે.
વાંચો સમાચાર વિગતવાર

2) રાજ્યમાં 45 વર્ષથી વધુ વયના લોકોના વેક્સિનેશન વચ્ચે 2410 નવા કેસ, સતત બીજા દિવસે 9 દર્દીનાં મોત
ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. છેલ્લા અઠવાડિયામાં કોરોનાના કેસનો આંકડો રેકોર્ડ બ્રેક કરી રહ્યો છે. 24 કલાકમાં 2410 નવા કેસ નોંધાયા છે તેમજ સતત બીજા દિવસે 9 દર્દીનાં મોત થયાં હતાં.
વાંચો સમાચાર વિગતવાર

3) અદાણીએ અમદાવાદ એરપોર્ટ પર ફ્રી પિકઅપ-ડ્રોપનો ગાળો 5 મિનિટ કર્યો, પણ 7 મિનિટ પહેલાં બહાર નીકળવું અસંભવ
અદાણી ગ્રુપ સંચાલિત અમદાવાદ એરપોર્ટ પર હવે પિકઅપ અને ડ્રોપ ટાઈમ 10 મિનિટથી ઘટાડીને 5 મિનિટ કરવામાં આવ્યો છે. મુસાફરોને મૂકવા આવતાં વાહનોને જો પાંચ મિનિટમાં બહાર જવું હોય તો રેસિંગની જેમ વાહન ચલાવવું પડે એવી સ્થિતિ છે. ઓડી હોય કે ઇકો, અદાણી એરપોર્ટ પરથી 5 મિનિટમાં બહાર નીકળી શકાય નહિ. આમ, રૂ.90નો ચાંદલો નક્કી છે.
વાંચો સમાચાર વિગતવાર

4) રાજ્યમાં ગરબા પહેલાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન અપાઈ જશે, સપ્ટેમ્બરથી હર્ડ ઇમ્યુનિટી આવશે
આજથી ગુજરાત સહિત દેશભરમાં 45થી વધુ ઉંમરના તમામ લોકોને કોરોના વેક્સિન આપવાનું કામ શરૂ થશે. આરોગ્ય વિભાગના ટાર્ગેટ પ્રમાણે, ગુજરાતમાં હાલ અંદાજે 2 લાખ લોકોને રોજ વેક્સિન અપાઈ રહી છે. જો આ જ સ્પીડે વેક્સિન આપવાનું કામ ચાલુ રહ્યું તો નવરાત્રિ પહેલાં એટલે કે સપ્ટેમ્બરના પહેલા વીકમાં ગુજરાતની 18 વર્ષથી વધુની ઉંમરની તમામ 4.48 કરોડ વસતિને વેક્સિન અપાઈ ચૂકી હશે.
વાંચો સમાચાર વિગતવાર

5) ગુજરાતની સરહદો સીલ; મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી પ્રવેશનાર માટે RT-PCR નેગેટિવ ફરજિયાત
આજથી ગુજરાતને જોડતી તમામ બોર્ડરોથી રાજ્યમાં પ્રવેશનારા લોકોનો RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશ કરનારા તમામ મુસાફરોને ટેસ્ટ કરીને જ રાજ્યમાં એન્ટ્રી આપવામાં આવશે તેમજ રાજ્યમાં પ્રવેશનારા લોકો માટે 72 કલાકની અંદરનો RT-PCR ટેસ્ટ નેગેટિવ હોવો જરૂરી છે.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો