નવું મંત્રીમંડળ:સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રીઓમાં સૌરાષ્ટ્રના એકનો જ સમાવેશ; કેન્દ્રીય નેતાગીરી સાથે સીધા સંબંધ ધરાવે છે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હર્ષ સંઘવી - ફાઇલ તસવીર - Divya Bhaskar
હર્ષ સંઘવી - ફાઇલ તસવીર

હર્ષ રમેશકુમાર સંઘવીઃ મજૂરામાંથી ચૂંટાયેલા છે. કોરોના કાળમાં કરેલી કામગીરી અને કેન્દ્રીય નેતાગીરી સાથેના સીધા સબંધ ,સીઆર પાટીલ ગ્રુપમાંથી આવે છે. તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો છે. તેમનો મુખ્ય વ્યવસાય ડાયમંડ, જ્વેલરી મેન્યુફેક્ચરિંગનો છે. તેઓ રાહત દરે સ્ટુડન્ટ બૂક બેન્ક, રાહતદરે સાહિત્ય વેચાણ કેન્દ્ર, રોજગાર મેળા, વનવાસી વિસ્તારમાં કેમ્પ સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે.

મનીષા વકીલ 9 વર્ષમાં પ્રથમ વખત મંત્રી બન્યાં
મનીષા વકીલ, વડોદરા શહેરમાંથી ચૂંટાયેલા છે. તેમણે એમ.એ. અને બી.એડ. (અંગ્રેજી સાહિત્ય) સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ બ્રાઇટ ડે સ્કૂલના સુપરવાઈઝર તરીકે સેવા આપી ચુક્યા છે. 9 વર્ષમાં પ્રથમ વખત મંત્રી બન્યા છે. તેઓ આનંદીબેન પટેલ અને સી આર પાટીલ ગ્રૂપના છે.

મોરબી જિલ્લામાંથી મંત્રીપદ મેળવનાર પ્રથમ ધારાસભ્ય
બ્રિજેશકુમાર અમરશીભાઈ મેરજા, મોરબી માંથી ચૂંટાયેલા છે. તેમણે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન જર્નાલિઝમ કર્યું છે. 2013 બાદ રાજ્યમાં મોરબી જિલ્લામાંથી મંત્રીપદ મેળવનાર બ્રિજેશ મેરજા પ્રથમ ધારાસભ્ય બન્યા છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા બાદ પેટાચૂટણી જીતીને ધારાસભ્ય બન્યા છે.

ટેક્સટાઇલ મશીનરીના વ્યવસાયમાં સંકળાયેલ છે
જગદીશભાઇ ઇશ્વરભાઇ પંચાલ, નિકોલમાંથી ચૂંટાયેલા છે. તેમણે એસ.વાય.બી.એ., એમ.બી.એ. ઇન માર્કેટીંગનો અભ્યાસ કરેલો છે. તેઓ ટેક્સટાઇલ મશીનરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ વાંચન-સ્વિમિંગ, બેડમિન્ટન અને સમાજ સેવાનો શોખ ધરાવે છે.

પક્ષપલટો કરીને ભાજપમાં આવ્યાને મંત્રી બની ગયા
​​​​​​​જીતુભાઇ હરજીભાઇ ચૌધરી કપરાડામાંથી ચૂંટાયેલા છે. તેમણે અન્ડર મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને વેપારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આદિવાસી વિસ્તારમાં વર્ચસ્વ ધરાવતા જીતુ ચૌધરી કોંગ્રેસ છોડીને ભાજપમા આવ્યા બાદ પેટા ચૂટણી જીતીને ધારાસભ્ય બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...