અમદાવાદમાં BMW હિટ એન્ડ રન કેસમાં પોતાની કાર બેદરકારી ભરી રીતે ચલાવી અકસ્માત સર્જનાર બિલ્ડર પુત્ર સત્યમ શર્માની ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના ડુંગરપુરથી ધરપકડ કરી હતી. સત્યમ શર્મા વિરૂદ્ધ ટ્રાફિક પોલીસમાં ગુનો નોંધાયો હોવાથી ટ્રાફિક પોલીસે તેની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને મોડી સાંજે જામીન પર મુક્ત કર્યો હતો. ત્યારે દારૂના કેસમાં સત્યમ શર્મા સામે ફરિયાદ નોંધાતા સોલા પોલીસે તેની ધરપકડ કરી કરી છે.
દંપતીને ટક્કર મારી ઇજા પહોંચાડી
અમદાવાદ શહેરમાં નબીરાઓ આડેધડ ગાડીઓ ચાલવી રહ્યા છે અને અકસ્માત સર્જી રહ્યા છે. ત્યારે 1 માર્ચના રોજ મોડી રાતે સત્યમ શર્મા નામના નબીરાએ પોતાની BMW કાર બેદરકારી ભરી રીતે હંકારી ઝાયડસથી સિમ્સ હોસ્પિટલ તરફ જતા રેલવે ઓવરબ્રિજ પર એક દંપતીને ટક્કર મારી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ તેણે હોસ્પિટલ તરફના ઓવરબ્રિજના છેડે એક કારને ટક્કર મારી હતી જેના કારણે લોકોએ તેનો પીછો કર્યો હતો.
સત્યમ શર્મા પોતાની કાર મૂકીને ભાગી ગયો
લોકોનું ટોળું પાછળ આવતા સત્યમ શર્મા પોતાની કાર મૂકીને ભાગી ગયો હતો અને તેના પરિવારે તેને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ઉપરથી દબાણ વધતાં આખરે તેના પરિવારજનોએ આશા છોડી દીધી હતી અને પોલીસ દ્વારા સત્યમ શર્માની ધરપકડ કરવામાં આવી હતી. હવે સત્યમ શર્માએ પોતાના જે મિત્ર મહાવીર સાથે બેસીને દારૂ પીધો હતો તેની ધરપકડ થશે કે કેમ?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.