તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તહેવારોમાં ગુજરાતીઓનો જલસો:શનિ-રવિ, જન્માષ્ટમીને કારણે અમદાવાદની નજીકના ટૂરિસ્ટ પ્લેસની હોટેલોનાં બુકિંગ ફુલ; આબુ, ઉદયપુર, SOU, સાપુતારા, ગીર, દ્વારકામાં પ્રવાસીઓ ઉમટ્યા

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટ્યા હતા. - Divya Bhaskar
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટ્યા હતા.

અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં બજારો, પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં લોકોની ચહલપહલ વધી છે. જન્માષ્ટમી અને સળંગ 3થી 4 દિવસની રજા મળતા શહેરીજનો મોટી સંખ્યામાં ફરવાની નીકળી ગયા છે. શહેરના 50 હજારથી વધુ લોકો ગુજરાત, રાજસ્થાન સહિત અન્ય પર્યટન સ્થળોએ ફરવા માટે ગયા છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી - ફાઇલ તસવીર
સ્ટેચ્યૂ ઓફ યુનિટી - ફાઇલ તસવીર

જન્માષ્ટમીના તહેવાર પર ફરવા જવા માટે લોકોએ એડવાન્સ બુકિંગ કરાવતા ટુર ઇન્ડસ્ટ્રીઝને વેગ મળ્યો છે. કોરોનાની મહામારીના કારણે ટુર ઇન્ડસ્ટ્રીઝને 2 હજાર કરોડથી વધુનું નુકસાન થયું છે. બીજી લહેર બાદ જનજીવન ફરી ધબકતું થયું છે અને કોરોનાના કેસો ઘટતા સરકારે પણ અનેક છૂટછાટ આપી છે. ત્યારે લોકોએ પણ જન્માષ્ટમીના તહેવારમાં પરિવાર સાથે ફરવા જવા માટે ટુર પેકેજ એડવાન્સમાં બુક કરાવી દીધા છે. જેના કારણે પ્રવાસન સ્થળો અને ટુર ઇન્ડસ્ટ્રીઝના ધંધાને વેગ મળ્યો છે. તેમ ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન મનીષ શર્માએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે, ઈન્ટરનેશનલ ફ્લાઈટ બંધ હોવાથી લગભગ તમામ લોકો ફરવા માટે ડોમેસ્ટિક સેક્ટરની જ પસંદગી કરી રહ્યા છે. તેમાં પણ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા, સાપુતારા, સાસણ ગીર, સોમનાથ, દ્વારકા, પોળો તેમજ રાજસ્થાનમાં માઉન્ટ આબુ, કુંભલગઢ અને ઉદયપુરની લગભગ તમામ હોટેલો હાઉસફુલ થઈ ગઈ છે. અન્ય એક ટૂર ઓપરેટર શૈલેષ અગ્રવાલે જણાવ્યું કે, નજીકના સ્થળો ઉપરાંત ગોવામાં બીચ બંધ હોવાથી કેટલાક લોકો ફક્ત હોટલમાં રોકાવા કે પાર્ટી કરવા માટે જઈ રહ્યા છે. લેહ, લદ્દાખ તેમજ હિમાચલના કેટલાક સ્થળોએ જવા માટે પણ લોકોએ બુકિંગ કરાવ્યું છે.

કોરોનાથી બચવા પ્રાઈવેટ વાહનોનો ઉપયોગ વધ્યો
ફરવા જવા માટે કોરોના સંક્રમણથી બચવા માટે લોકો પબ્લીક ટ્રાન્સપોર્ટના બગલે પ્રાઈવેટ વાહનોનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. જેમાં પ્રાઈવેટ કાર ઉપરાંત એક કે બે પરિવાર અથવા મિત્રોનું ગ્રૂપ સાથે મળી 17 સીટર ટેમ્પો ટ્રાવેલ્સ તેમજ 27 સીટર એસી બસોનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે. તેની સાથે જ બુકિંગ કરાવનાર લોકોએ વેક્સિનના બન્ને ડોઝ લીધા છે કે કેમ તેની તકેદારી તમામ ટૂર ઓપરેટરો રાખી રહ્યા છે તેમ મહેશ ડુડકિયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...