સત્ત્વવિકાસ સ્કૂલની સિદ્ધી:સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર 2021-22માં સત્ત્વવિકાસ સ્કૂલ પ્રથમ નંબરે પાસ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરની સત્ત્વવિકાસ સ્કૂલ સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર 2021-22માં પ્રથમ નંબરે પાસ થઈ છે. સત્ત્વવિકાસના બાળકો માટે સ્વચ્છતા એ જીવનમાં વણાઈ ગયેલી સુટેવ છે. સત્ત્વને મળેલા પુરસ્કાર માટે સૌ ગૌરવ અનુભવે છે. સ્વચ્છતા માટે સૌથી મહત્ત્વની વાત સત્ત્વવિકાસના દરેકનો સહિયારો પ્રયાસ જ છે. સત્ત્વવિકાસમાં સુંદર આયોજન દ્વારા પ્રત્યેક વિદ્યાર્થી અને શિક્ષકો તથા મદદનીશ સ્ટાફની ચીવટ, ચોક્સાઈ અને ટીમ વર્ક દ્વારા આ સુંદર પરિણામ હાંસલ થઈ શક્યું છે.

સ્કૂલના રોજિંદા સમયપત્રકમાં પર્યાવરણની સાચવણી, કિચન ગાર્ડન, વરસાદી પાણી જમીનમાં જાય એની વ્યવસ્થા નો સમાવેશ કરી વિદ્યાર્થીઓને સ્વચ્છતા માટે સતર્ક કરવામાં આવે છે. આપણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અનુકરણ કરી સત્ત્વવિકાસના વિદ્યાર્થીઓ જરૂર જણાય તો જાતે કચરો લઈ લે અથવા મોટાઓનું ધ્યાન દોરી સફાઈ માટે સજાગ રહે છે. સત્ત્વવિકાસના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્ય અને સહ કર્મચારીઓને આ સિદ્ધિ માટે ખુબ ખુબ અભિનંદન.

2003માં ડાયરેક્ટર રાજા ભાઈ પાઠકે વિદ્યા મંદિર બનાવવાનું તેમનું લાંબા સમયનું સપનું સાકાર કર્યું હતું. તેમણે રુઢિગત શિક્ષણ બદલીને નવા કોર્સ અને ‘નો બેગ’, ‘નો હોમ વર્ક’, ‘નો ટ્યુશન્સ’ના મંત્ર સાથે આધુનિક શિક્ષણની શરૂઆત કરી હતી. આમ શિક્ષણની નવી જ વ્યાખ્યા સાથે છેલ્લા 19 વર્ષથી સત્વવિકાસ સ્કૂલ સફળતા પૂર્વક આગળ ધપી રહી છે. માત્ર એકેડેમિક્સ જ નહીં, એક્ટિવિટિઝ પણ સાયન્ટિફિક રીતે અને 360 ડિગ્રીએ જેનેરેશન Zનો સંપૂર્ણ વિકાસ કરી રહી છે.શૈક્ષણિક સફરમાં સત્વએ અનેક નવા સીમાચિન્હો હાંસલ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...