તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ:સત્ત્વ વિકાસ સ્કૂલનું અનોખું લર્નિંગ નેટવર્ક, વિદ્યાર્થીઓ હસતાં રમતાં અને ભાર વગર ભણે

18 દિવસ પહેલા

સત્ત્વ વિકાસ સ્કૂલ. અમદાવાદની આ પ્રતિષ્ઠિત સ્કૂલ તેના ભાર વગરના ભણતર માટે જાણીતી છે. આ સ્કૂલના બાળકોનો સક્સેસમંત્ર છે ખુશ રહીને ભણવું. હા, આમ જ રમતાં રમતાં, ખુશમિજાજી માહોલમાં સ્કૂલના વિદ્યાર્થીઓ ભણે છે અને સારું પરિણામ લાવે છે. ભણવાની સાથેસાથે આ સ્કૂલના બાળકો એક્સ્ટ્રા એક્ટિવિટીઝમાં પણ એટલા જ આગળ છે. મ્યુઝિક, પેઈન્ટિંગ, ડાન્સિંગ, ફિટનેસ અને હ્યુમર સહિતના ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓ અગ્રેસર રહે છે. બાળકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય એ માટે પણ સ્કૂલમાં ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આ સ્કૂલમાં તહેવારો અને વિવિધ દિવસોની પણ અનોખી રીતે ઉજવણી થાય છે.

સત્ત્વ વિકાસ સ્કૂલે આ માટે સત્ત્વ નેટવર્કનું સ્ટ્રક્ચર તૈયાર કર્યું છે. સત્ત્વ નેટવર્કના સ્ટ્રક્ચરનો કોન્સ્પેટ પ્રિન્સિપાલ જયશ્રી જોશીનો છે. જ્યારે આ નેટવર્કના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ભાવના પંડિત છે. આ પ્રોગ્રામની સફળતામાં મેન્ટર દિશા દીક્ષિત, હિતાશા વાઘેલા, મનિષા મોદી, પ્રિયા મહેતા, વૈભવી અમરકોટિયા અને બિજલ શાહનો મોટો ફાળો છે.