તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિયુક્તિ:સતિષ અગ્નિહોત્રીએ NHRCLના મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યો, મેગા રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં છે 20થી વધુ વર્ષનો અનુભવ

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
NHRCLના મેનેજિંગ ડિરેક્ટર સતિષ અગ્નિહોત્રી - Divya Bhaskar
NHRCLના મેનેજિંગ ડિરેક્ટર સતિષ અગ્નિહોત્રી

રેલ વિકાસ નિગમ લિ.ના ભૂતપૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સતિષ અગ્નિહોત્રીની નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તેઓએ ચાર્જ પણ સંભાળી લીધો છે. 1984માં સિવિલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કરનારા સતિષ અગ્નિહોત્રીને 2021માં IIT રૂરકી દ્વારા વિશિષ્ટ એલ્યુમ્નસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મેગા રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં સતિષ અગ્નિહોત્રી 20 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. તેમણે રેલ વિકાસ નિગમ લિ.માં ચેરમેન અને ડિરેક્ટર પદે 9 વર્ષ સુધી કામ કર્યું છે. તેઓએ સ્થાપના થઈ ત્યારથી નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.ના ચેરમેન પદે વર્ષ 2012થી 2018 સુધી સેવા આપી હતી.

RVNLના કાર્યકાળ દરમિયાન તેમણે 700 કિ.મી.ની પ્રોજેક્ટ લંબાઈ પૂર્ણ કરી હતી. જેમાં 3000 કિ.મી. ડબલિંગ/થર્ડ લાઈન, 880 કિ.મી. મીટરગેજ ટ્રેકનું બ્રોડગેજમાં રૂપાંતરણ, 3000 કિ.મી. રેલવે ઈલેક્ટ્રિફિકેશન, 85 કિ.મી.નવી લાઈન, 6 ફેક્ટરી અને ઘણા પૂલોના નિર્માણનો સમાવેશ થાય છે. આંધ્રપ્રદેશમાં એક નવી લાઈન પ્રોજેક્ટમાં 25 મહિનામાં જ 7 કિ.મી. લાંબી ટનલનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...