તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્રોકર ગુમ કેસ:સેટેલાઈટના એસ્ટેટ બ્રોકર અશેષ અગ્રવાલનો 4 મહિના છતાં કોઈ પતો મળતો નથી; CCTV, મોબાઇલ લોકેશન કામ ન આવ્યું

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હરિયાણા, રાજસ્થાન અને મુંબઈથી પણ પોલીસ ટીમોએ ખાલી હાથે પાછા ફરવું પડ્યું

સેટેલાઈટમાં રહેતા એસ્ટેટ બ્રોકર અશેષ અગ્રવાલ ગુમ થયાના 111 દિવસ પછી પણ કોઇ જ પતો લાગ્યો નથી. સીસીટીવી, મોબાઈલ લોકેશન, મોબાઈલ સીડીઆર સહિતની ટેકનોલોજીના આધારે પોલીસે અશેષને શોધવા પ્રયાસ કર્યા હતા.

અશેષ અગ્રવાલ તા. 18 મે એ રહસ્યમય રીતે ગુમ થઇ ગયો હતો. ત્યારબાદ તેની કાર જજીસ બંગલા ચાર રસ્તા નજીકથી બિન વારસી હાલતમાં મળી આવી હતી. જેના આધારે સેટેલાઈટ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે અશેષને શોધવા તજવીજ શરુ કરી હતી. પરંતુ અશેષની કોઇ ભાળ મળી ન હતી. જ્યારે અશેષ અગ્રવાલની પાસે 7 સીમકાર્ડ હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસે તેના તમામ નંબર ટ્રેસમાં મુકયા હતા.

પરંતુ તેમાં પણ કોઇ કડી મળી ન હતી. જ્યારે અશેષ મૂળ રાજસ્થાનનો વતની હતો, તેની સાસરી હરિયાણામાં હતી અને તેની બહેન મુંબઈમાં રહેતી હતી. જેથી પોલીસની ટીમો આ ત્રણેય જગ્યાએ ગઈ હતી. પરંતુ ત્યાં પણ અશેષ મળ્યો ન હતો. જ્યારે સેટેલાઈટ પોલીસે અત્યારસુધીમાં 25 કરતાં વધારે લોકેશનના સીસીટીવી ચેક કર્યા હતા.

જ્યારે અશેષના પરિવારના સભ્યો - સ્ટાફ મેમ્બર સહિત 30 જણાંના નિવેદન લીધા હતા. તેમ છતાં અશેષની કોઇ ભાળ મળી ન હતી. જ્યારે હજુ સુધી અશષે કે તેના જેવા દેખાતા કોઇ શંકાસ્પદ વ્યકિતની બિન વારસી લાશ પણ મળી નહીં હોવાથી અશેષ હજુ જીવતો જ હોવાનું પોલીસનું માનવું છે. જ્યારે બીજી બાજુ અશેષ લોકોના કરોડો રૂપિયાનો ફાંદો કરીને ભાગ્યો હોવાની વાત છે, પરંતુ એક પણ ભોગ બનનારે હજુ સુધી ક્યાંય પોલીસ ફરિયાદ પણ નોંધાવી નથી.

અન્ય સમાચારો પણ છે...