ક્રાઈમ:બેસતા વર્ષના દિવસે ફટાકડા ફોડવા બાબતે ત્રણ યુવકોને લાકડીઓથી મારનાર 4 શખ્સોની સેટેલાઈટ પોલીસે ધરપકડ કરી

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝડપાયેલા આરોપીમાંથી એક આરોપી બિલ્ડર છે

બેસતા વર્ષના દિવસે સવારે એસજી હાઇવે પર ઇસ્કોન સર્કલ પાસે કર્ણાવતી ફૂડ કોર્ટ બહાર જાહેરમાં ફોર્ચ્યુનર કારમાં આવેલા ચાર શખ્સોએ ફટાકડા ફોડવા બાબતે ત્રણ યુવકોને લાકડીઓ વડે માર માર્યો હતો. જો પોલીસને જાણ કરશો તો તમને શોધીને મારી નાખીશું તેવી ધમકી આપી હતી. જે મામલે આજે સેટેલાઇટ પોલીસે ભુપેન્દ્રસિંહ વાઘેલા (રહે. શિવમ બંગલોઝ, બોપલ) મહાવીરસિંહ પરમાર (રહે. રામદેવનગર, સેટેલાઇટ) દિલીપ રબારી (રહે. આવસ યોજના મકાનમાં, પ્રેરણતીર્થ દેરાસર પાસે) અને પ્રવીણ રબારી (રહે. ઔડાના મકાનમાં, થલતેજ)ની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીમાંથી એક આરોપી બિલ્ડર છે અને બાકીના ત્રણ તેના સાગરીતો હોવાનું જાણવા મળ્યું છે.

ફોર્ચ્યુનરમાં આવેલા શખ્સોએ યુવકોને માર્યા હતા
નોબલનગર વિસ્તારમાં નંદીવિલા નંદીગ્રામ સોસાયટીમાં રહેતા અને મકરબા ખાતે આવેલી એક કંપનીમાં ઓપરેશન મેનેજર તરીકે નોકરી કરતા તીલક્ચંદ્ર થાપા (ઉ.વ.31) બેસતા વર્ષના દિવસે તેમના ઓફિસ સ્ટાફના મિત્રો સાથે ઇસ્કોન સર્કલ પાસે કર્ણાવતી ફૂડ કોર્ટમાં નાસ્તો કરવા ગયા હતા. જ્યાં નાસ્તો કર્યા બાદ તેઓ મિત્રો સાથે ફટાકડા ફોડતા હતા. ત્યારે ફોર્ચ્યુનર કારમાં ચાર શખ્સ આવ્યા હતા. અહીંયા ફટાકડા ન ફોડો દૂર ફોડો એમ કહી બાજુની ફૂડ કોર્ટમાં જતા રહ્યાં હતાં.

પોલીસને જાણ કરી તો જાનથી મારવાની ધમકી
થોડીવાર બાદ તેઓ બહાર આવી કહ્યું હતું કે તમને અહીંયા ફટાકડા ફોડવાની ના પાડી છતાં ફટાકડા ફોડો છો કહી બોલાચાલી કરવા લાગ્યા હતા. જેમ સ્ટાફના મિત ભાવસારને એક વ્યકિતએ થપ્પડ મારી હતી. જેમાં તીલક્ચંદ્ર વચ્ચે પડતા તેઓએ મારામારી શરૂ કરી હતી ફોર્ચ્યુનર કારમાંથી લાકડીઓ લઈને આવ્યા હતા. ચારેય શખ્સ તિલક તેના મિત્ર વીરેન્દ્રસિંહ તેમજ મિતને મારવા લાગ્યા હતા. કોઈએ પોલીસમાં ફોન કરવાનું કહેતા તેઓએ પોલીસને જાણ કરશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી જતા રહ્યાં હતાં. પોલીસ આવતા સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...