તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પિટિશન:સરખેજની વિવાદિત જમીન 34 વર્ષ પહેલા જ ખરીદાઈ હોવાનો દાવો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સરખેજ રેલવે ક્રોસિંગ પાસે આવેલી 8 હજાર વાર જેટલી જમીન 34 વર્ષ પહેલા જ અહેમદ અલ્લારખા પટેલ દ્વારા ખરીદવામાં આવી હોવાનો દાવો કર્યો છે અને જણાવ્યું છે કે, ફરિયાદી પ્રણવ હરીશકુમાર શેઠે 33 વર્ષ બાદ ફરિયાદ દાખલ કરી છે. એટલું જ નહી પણ અહેમદ અલ્લારખા પટેલ સામે કરાયેલી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની ફરિયાદને ગુજરાત હાઇકોર્ટે ગત 12મી ફેબ્રુઆરી 2021ના રોજ સ્ટે આપ્યો છે. તે સમયે હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે બંધ કવરમાં જવાબ રજૂ કરવા આદેશ આપ્યો હતો.

નોંધનીય છેકે, અહેમદ અલ્લારખા પટેલે હાઇકોર્ટ સમક્ષ કરેલી પિટિશનમાં પણ એવો દાવો કર્યો છેકે, જગ્યાનો કબજો તેઓ છેલ્લા 34 વર્ષથી ધરાવે છે તેમજ આ જમીન તેમણે ખરીદેલી છે તે રજીસ્ટર્ડ લખાણો છે, ચેકથી પેમેન્ટ આપેલા હોવાની રજૂઆત કરાઈ હતી. જેને ધ્યાને લઇ હાઇકોર્ટે આ કેસમાં તેમને રિમાન્ડ પરથી મુક્ત કરવા પણ આદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...