લોકડાઉન:સરધારના સ્વામિનારાયણ મંદિર દ્વારા મુખ્યમંત્રી રાહતનિધિમાં 11 લાખ રૂપિયાનો ફાળો આપવામાં આવ્યો

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: હાલમાં ગુજરાતમાં 63 લોકો કોરોના વાઈરસના શિકાર બન્યા છે. જેમાથી અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના જિલ્લામાં વાઈરસના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. મોદી સરકારે પણ વાઈરસને અટકાવવા માટે દેશમાં 21 દિવસનું લોકડાઉન કર્યું છે. આવા સમયે રાજ્યની અલગ-અલગ સંસ્થાઓ ગરીબ તેમજ જરૂરીયાતમંદોને જમવા તેમજ અન્ય વસ્તુઓ પહોંચાડે છે. તેવી જ રીતે સ્વામિનારાયણની પણ સંસ્થાઓ અલગ-અલગ જિલ્લાઓમાં લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી રહી છે. સરધારના સ્વામિનારાયણ મંદિર દ્વારા સરકારને 11 લાખ રૂપિયાનો ફાળો આપવામાં આવ્યો અને જરૂરિયાતમંદ 1000 વ્યક્તિને દરરોજ  ભોજન વ્યવસ્થા કરાવશે. તેજ રીતે નીચે મુખ્ય અન્ય જિલ્લાઓમાં પણ ગરીબો માટે ભોજનની વ્યવસ્થા કરી છે. 

  • સ્વામિનારાયણ મંદિર - જગન્નાથ પુરી દરરોજ જરૂરિયાતમંદ 2000 માણસોને બંને ટાઈમ ભોજન કરાવશે.
  • સ્વામિનારાયણ મંદિર - ભાવનગર દ્વારા દરરોજ જરૂરિયાતમંદ 500 માણસોને બંને ટાઈમ ભોજન કરાવશે.
  • સ્વામિનારાયણ મંદિર -મહુવા દ્વારા દરરોજ જરૂરિયાતમંદ 500 માણસોને બંને ટાઈમ ભોજન કરાવશે.
અન્ય સમાચારો પણ છે...