કોંગ્રેસનો વિરોધ:સરદાર પટેલ મેમોરિયલની અવગણના થઈ, મોટેરા સ્ટેડિયમનું નામ બદલવા 12 જૂનથી બારડોલીથી મોટેરા સુધી યાત્રા યોજશે: દિનશા પટેલ

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરદાર સન્માન સંકલ્પ નામે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે

અમદાવાદના મોટેરા સ્થિત ક્રિકેટ સ્ટેડિયમના નામ બદલવા મામલે આંદોલનની શરૂઆત થઇ છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ સભ્ય અને સરદાર સ્મારક ભવનના અધ્યક્ષ પટેલની આગેવાની હેઠળ અમદાવાદના મોટેરા ખાતેના ક્રિકેટ સ્ટેડિયમના નામ બદલવા સામે સરદાર સન્માન સંકલ્પ નામે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જે અંગે અમદાવાદના શાહીબાગ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ભવન ખાતે સંમેલન યોજાયું.

બારડોલીથી અમદાવાદ સુધી યાત્રાનું આયોજન
કોંગ્રેસના પૂર્વ સાંસદ દિનશા પટેલની અધ્યક્ષતામાં આગામી ૧૨મી જુનથી સરદાર 'સન્માન સંકલ્પ' થકી અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમને ફરીથી સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ નામ આપવા માટે ચળવળ શરૂ કરવામાં આવશે. બારડોલીથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમ સુધી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના મોટેરામાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બન્યા બાદ તેને નરેન્દ્ર મોદી ક્રિકેટ નામ આપવામાં આવ્યું હતું. જેને લઇને વિવાદ સર્જાયો હતો.

'ભાજપ સરકારમાં સરદાર પટેલને અન્યાય થયો': દિનશા પટેલ
દિનશા પટેલે આરોપ લગાવ્યો છે કે, સરદાર પટેલ મેમોરિયલની અવગણના થઈ છે. વિદેશી મહેમાનોને ગાંધી આશ્રમ લઈ જવાય છે, સરદાર પટેલ મેમોરિયલનું સાઈન બોર્ડ પણ લગાવવામાં નથી આવ્યું. મનમોહન સરકારમાં સરદાર પટેલ મેમોરિયલને 17 કરોડની ગ્રાન્ટ મળી હતી કરમસદ મેમોરિયલને 3 કરોડની ગ્રાન્ટ મળી હતી. જેની સામે ગુજરાત સરકારે માત્ર 60 લાખ કોર્પસ ફંડ જ આપ્યું ભાજપ સરકારમાં વર્ષ 2017માં સમારકામ સંદર્ભે 17 લાખ મળ્યા હતા. જે લોકો કોંગ્રેસે સરદારને અન્યાય કર્યા હોવાના બણગા ફૂંકે છે તેઓ જુઠ્ઠા છે, ખરા અર્થમાં ભાજપ સરકારમાં સરદાર પટેલને અન્યાય થયો છે'.

સરદાર પટેલ સ્મારક ભવન ખાતે યોજાયેલી બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય અને વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી હાર્દિક પટેલ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, જય સરદારના નારા લગાવનારા સરદારની સ્વાભિમાનની ટોપી ફેરવી ચાલ્યા ગયા, જય સરદાર નહિ બોલો તો ચાલશે પરંતુ સરદારની ટોપીના ફેરવી નાખતા, નકલી સરદારના નામથી ગુજરાતને ખટક્યું છે'.

'એરપોર્ટ પર સરદાર પટેલનું નામ જોવા નથી મળતું'
આ ઉપરાંત પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ સંકલ્પ સભામાં કહ્યું કે, જે લોકો સરકારનો વિરોધ કરે એમણે ચૂંટણીમાં દેખાડી દેવાનું છે. નામ બદલવાનું કામ આપણું નથી, સરકાર બદલવાનું કામ આપણું છે. સરદાર સાહેબ સાથે છેતરપીંડી થઈ રહી છે. એરપોર્ટ પર પણ સરદાર પટેલનું નામ જોવા નથી મળતું. એરપોર્ટનું નામ સરદાર પટેલ કરાયું ત્યારે પણ ભાજપવાળા વિરોધ કરતા. બીજીતરફ સરદાર પ્રત્યે ખોટો પ્રેમ દર્શાવે છે.

અન્ય સમાચારો પણ છે...