અમદાવાદમાં ગરીબ અને ફૂટપાથ પર રહેતા બાળકો શિક્ષણથી વંચિત ના રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા સિગ્નલ સ્કૂલ શરૂ કરવામાં આવી છે. હવે આ સ્કૂલમાં ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત રાજ્ય સરકાર અને AMC સ્કૂલ બોર્ડના સયુંકત ઉપક્રમે સપનો કા મંચ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના મનની વાત જાણી શકાય તેમજ તેમના વ્યક્તિત્વના વિકાસ માટે આ કાર્યક્રમ શરૂ કરાયો છે.
139 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે
સિગ્નલ સ્કૂલમાં હાલ 139 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે અનંત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સિગ્નલ સ્કૂલના બાળકો સાથે સંવાદ કરીને તેમનું શું સપનું છે તે જાણશે આ ઉપરાંત આ તેમના સપનાને સાકાર કરવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપશે. જયારે આ કાર્યક્રમ અનંત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એક નાટક રચીને સિગ્નલ સ્કૂલના બાળકો સાથે સંવાદ કરશે.
વિદ્યાર્થીઓ બાળકોને સર્વાંગી વિકાસના કાર્યો શીખવી રહ્યા છે
આ કાર્યક્રમ અત્યારે એક અંગ્રેજી માધ્યમની સ્કૂલ અને ઉત્તર પશ્ચિમ વિસ્તારની સિગ્નલ સ્કૂલમાં શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે બાળકોને ટીમ બિલ્ડીંગ, ભાષા શુધ્ધિકરણ અને અભિવ્યક્તિ અને વિચાર નિર્માણનો ખ્યાલ હોતો નથી. જેને કારણે વિદ્યાર્થીઓ પોતાની કલ્પનાશક્તિ ખિલવે છે. પોતાના વિચારોને વિઝયુલાઇઝ કરે અને તેને સિધ્ધ કરવાના પ્રયાસ કરે તે હેતુથી ઇનિશિયેટીવ લેવામા આવ્યુ છે.અનંત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ બાળકોને સર્વાંગી વિકાસના કાર્યો શીખવી રહ્યા છે. ત્યારે હવે તે નાટય સ્વરૂપે બાળકોને શીખવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.