તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા યજ્ઞ:કોરોનાકાળમાં SGVP ગુરુકુળ સંસ્થાની અનોખી પહેલ, 40 ગામડાઓમાં અંદાજે 21 લાખની આયુર્વેદિક દવાઓનું વિનામુલ્યે વિતરણ કર્યું

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આયુર્વેદિક કિટ સાથે લોકો - Divya Bhaskar
આયુર્વેદિક કિટ સાથે લોકો
  • ‘SGVP હેલિસ્ટિક હૉસ્પિટલ’ના નિષ્ણાંત વૈદ્યો દ્વારા આયુર્વેદ કીટ તૈયાર કરવામાં આવી છે.
  • આ આયુર્વેદ કીટ કોવિડના દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ ઉપયોગી છે.
  • આજદિન સુધી 2500 ઉપરાંત કીટનું 40 જેટલા ગામડાઓમાં વિતરણ કરવામાં આવ્યું છે.

હાલ કોરોના મહામારીનો સામનો કરી રહેલા દેશ-દુનિયાના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અનેક લોકો આ બીમારીને કારણે હાલાકી ભોગવી રહ્યા છે. ગામડાઓની સ્થિતિ પણ ખૂબ નાજુક છે. ગામડામાં ન તો દવા કે દવાખાનાની યોગ્ય વ્યવસ્થા છે કે ન યોગ્ય માર્ગદર્શન મળે છે. જેને લીધે અનેક લોકોએ પોતાના જીવ ખોયા છે. આવી વિકટ પરિસ્થિતિમાં SGVP ગુરુકુલ સંસ્થા દ્વારા કોરોના મહામારીમાં અનોખો સેવાયજ્ઞ આરંભાયો છે.

SGVP ગુરુકુળ સંસ્થા દ્વારા આયુર્વેદિક દવાનું વિતરણ
સંસ્થાના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી ‘SGVP હેલિસ્ટિક હૉસ્પિટલ’ના નિષ્ણાંત વૈદ્યો દ્વારા આયુર્વેદ કીટ તૈયાર કરવામાં આવી છે. આ આયુર્વેદ કીટ કોવિડના દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ ઉપયોગી છે. કીટમાં આપેલ ઔષધિઓનો યથાયોગ્ય ઉપયોગ દ્વારા શરીરમાં ઇમ્યુનિટી(રોગ પ્રતિકારક શક્તિ)નું પ્રમાણ વધે છે અને દર્દીઓ ઝડપથી સારા થઈ શકે છે.

આયુર્વેદિક કિટ રોગપ્રતિકારક શક્તિ વધારવા ખૂબ ઉપયોગી
આયુર્વેદિક કિટ રોગપ્રતિકારક શક્તિ વધારવા ખૂબ ઉપયોગી

ગામડાઓમાં કોરોનાના દર્દીઓને અપાય છે આયુર્વેદિક દવા
સ્વામીના હસ્તે આ આયુર્વેદ કીટના વિતરણનો આરંભ કરાયો હતો. ખાસ કરીને ગામડાઓમાં સ્થિતિ વધારે નાજુક હોવાથી આ કીટ ગામડાંના જરૂરિયાતમંદ લોકો માટે છે. કોવિડની ગાઈડ લાઈનમાં રહીને સ્વયંસેવકો ગામડાઓમાં કોવિડના દર્દીઓને વિનામૂલ્યે આ કીટનું વિતરણ કરી રહ્યા છે.

‘SGVP હેલિસ્ટિક હૉસ્પિટલ’ના નિષ્ણાંત વૈદ્યો દ્વારા આયુર્વેદ કીટ તૈયાર કરી
‘SGVP હેલિસ્ટિક હૉસ્પિટલ’ના નિષ્ણાંત વૈદ્યો દ્વારા આયુર્વેદ કીટ તૈયાર કરી

અત્યાર સુધીમાં 21 લાખની કીટનું મફત વિતરણ કરાયું
આજદિન સુધી 2500 ઉપરાંત કીટનું 40 જેટલા ગામડાઓમાં વિતરણ કરવામાં આવ્યું છે. એક કીટ આશરે 850 રૂપિયાની તૈયાર થઈ છે. આ રીતે સંસ્થા દ્વારા આશરે 21 લાખ રૂપિયાની કીટોનું વિનામૂલ્યે વિતરણ થયું છે. હજું ગામડાંઓમાં આ કીટોનું વિતરણ ચાલું છે. આ ઉપરાંત ઘરગથ્થું ઉપચાર સરળ બને એ માટેના કેટલાક ઉપાયોનું ફોર કલર પેંપ્લેટ 5000 ઘરે પહોંચાડવામાં આવશે.