તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નિમણૂક:અમદાવાદ પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવ આજે ચાર્જ સંભાળશે, કમિશનર કચેરીમાં સ્વાગત કર્યાં બાદ 12 વાગ્યે ચાર્જ લેશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સંજય શ્રીવાસ્તવ - ફાઇલ તસવીર

નવ નિયુક્ત અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સોમવારે બપોરે 12 વાગ્યે પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળશે. આ અગાઉ સંજય શ્રીવાસ્તવ અમદાવાદમાં પોલીસ હેડ ક્વાર્ટર તેમ જ વહીવટી શાખામાં સંયુકત પોલીસ કમિશનર રહી ચૂકયા છે, તેમજ અમદાવાદમાં ઝોન - 1 - 2 - 3 અને 5 માં ડીસીપી તરીકે ફરજ બજાવી ચૂકયા છે. 1987 બેચના આઈપીએસ અધિકારી સંજય શ્રીવાસ્તવને તાજેતરમાં જ સરકારે ડીજીપી તરીકેનું પ્રમોશન આપ્યું હતું. જ્યારે શનિવારે મોડી રાતે થયેલી આઈપીએસ અધિકારીઓની બદલીમાં સંજય શ્રીવાસ્તવની નિમણૂક અમદાવાદ પોલીસ કમિશનર તરીકે કરવામાં આવી છે.

અમદાવાદમાં કામ કરવાનો બહોળો અનુભવ
દિવ્ય ભાસ્કર સાથેની વાતમાં સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે તેઓ 2003થી 2005 સુધી રાજકોટ પોલીસ કમિશનર રહ્યા હતા. અગાઉ એસપી તરીકે કચ્છ, ભરૂચ, ગાંધીનગર, પાટણ, મહેસાણા ફરજ બજાવી ચૂકયા છે. જ્યારે અમદાવાદમાં પણ ઝોન - 1 - 2 - 3 અને 5 માં ડીસીપી તરીકે તેમજ શાહીબાગ પોલીસ હે.ક્વા. તેમજ વહીવટી શાખામાં સંયુકત પોલીસ કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂકયા છે. અમદાવાદ પોલીસ કમિશનર બન્યા ત્યારસુધી તેઓ સીઆઈડી ક્રાઈમના વડા હતા. જ્યારે અમદાવાદ પોલીસ કમિશનર તરીકે નિમણૂક થતાં તેઓ સોમવારે બપોરે 12 વાગ્યે ચાર્જ સંભાળશે.

કમિશનર કચેરીમાં લાલ જાજમ બિછાવાઈ
અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાને ગુજરાત રાજ્યના ડીજીપી બનાવાતાં તેમણે શુક્રવારે સાંજે જ ડીજીપી તરીકેનો ચાર્જ સંભાળી લીધો હતો. જ્યારે અમદાવાદ પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તની નિમણૂક થતા તેમના સ્વાગત માટે પોલીસ કમિશનર કચેરીમાં લાલ જાજમ બિછાવવામાં આવી છે અને તમામ તૈયારીઓ પણ કરી દેવાઈ છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો