વરણી / અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવની નિમણૂક કરવામાં આવી

સંજય શ્રીવાસ્તવ - ફાઇલ તસવીર
સંજય શ્રીવાસ્તવ - ફાઇલ તસવીર
X
સંજય શ્રીવાસ્તવ - ફાઇલ તસવીરસંજય શ્રીવાસ્તવ - ફાઇલ તસવીર

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 01:03 AM IST

અમદાવાદ. 31 જુલાઈએ રાજ્યના DGP શિવાનંદ ઝા નિવૃત થતા અમદાવાદ પોલીસ કમિશ્નર આશિષ ભાટીયાની રાજ્યના નવા DGP તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આજે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવની નિમણૂક કરવામાં આવી છે.

35મા પોલીસ કમિશનર તરીકે નિમણૂક
સંજય શ્રીવાસ્તવ 1987ની બેચના IPS અધિકારી છે અને હાલમાં તેઓ સીઆઈડી ક્રાઈમના વડા તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે હવે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. સંજય શ્રીવાસ્તવ અમદાવાદના 35મા પોલીસ કમિશ્નર તરીકે નીમાયા છે. તાજેતરમાં જ તેમને DG તરીકેનું પ્રમોશન પણ મળ્યું છે. અમદાવાદ શહેર રાજ્યનું સૌથી મોટું શહેર છે અને શહેરના પોલીસ કમિશ્નરના શિરે અનેક જવાબદારી રહેલ છે. જેથી અનુભવના આધારે સંજય શ્રીવાસ્તવની નિમણૂક કરવામાં આવી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી