હથિયાર સાથે વેપારી ઝડપાયો:મર્સિડિઝમાં નીકળેલા સાણંદના વેપારીને બર્થ ડે ગિફ્ટમાં આવેલી પિસ્ટલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મર્સિડિઝ કાર લઈને પ્રાઇડ હોટલના પાર્કિંગમાંથી નીકળતો હતો ત્યારે મેઘરાજ ગોહિલ ઝડપાઈ ગયો

સાણંદના વિવાદાસ્પદ વેપારી અને સાણંદમાં વોટર પ્લાન્ટ ચલાવતા મેઘરાજ ગોહિલને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પ્રાઇડ હોટલના પાર્કિંગમાંથી ગેરકાયદેસર પિસ્ટલ અને કારતૂસ સાથે ઝડપી લીધો હતો. મર્સિડિઝ કાર લઈને મેઘરાજ ગોહિલ નીકળતો હતો ત્યારે જ ઝડપાઈ ગયો. સાણંદમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો હતો. જે કેસમાં તેનું નામ ખૂલતાં મેઘરાજાના લાંબા સમયથી ભાગતો ફરતો હતો.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગુનેગારોને ઝડપી લેવા માટે સતત પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે જ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર પી બી દેસાઈને બાતમી મળી હતી કે, પ્રાઇડ હોટલ પાસે એક યુવક ગેરકાયદેસર રિવોલ્વર લઈને ફરે છે.

પોલીસ તરત જ પ્રાઇડ હોટલ પર પહોંચી ગઈ હતી. જ્યારે પ્રાઇડ હોટલના પાર્કિંગમાંથી મર્સિડિઝ કાર નીકળી રહેલા એક યુવકને અટકાવવી તેની તલાસી લેતા એની પાસેથી એક પિસ્ટલ અને બે કારતૂસ મળી આવ્યા હતા. પૂછપરછમાં યુવકે પોતાનું નામ મેઘરાજ ઉર્ફે બન્ના ભરતસિંહ ગોવુભા ગોહિલ (રહે- રાધે દર્શન સોસાયટી બાવળા રોડ, સાણંદ) હોવાનું જણાવ્યું હતું.

યુવકે સાથે તે એક્વા ફીનાલ નામનો પાણીનો પ્લાન્ટ ધરાવે છે તેમ જણાવ્યું હતું અને થોડા સમય પહેલાં તેને સુરેન્દ્રનગરના મૂન્ના સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ સમાધાન થઇ જતાં મુન્ના સાથે મિત્રતા બંધાઈ હતી મુન્ના એસ મેઘરાજને બર્થ ડે ગિફ્ટ તરીકે પિસ્ટલ આપી હતી અને તે ત્યારથી પોતાની પાસે ગેરકાયદેસર પિસ્ટલ અને કારતૂસ રાખતો હતો.

થોડા સમય પહેલા સાણંદમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો હતો. જે પ્રકરણમાં પણ મેઘરાજનું નામ ખૂલતાં તે ભાગતો ફરતો હતો, ત્યારે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી લીધો છે.

અન્ય સમાચારો પણ છે...