SDMના આપઘાત પહેલાં જ સીસીટીવી બંધ?:ડ્રાઈવરને ફોન કર્યો તું મને લઈ જા... 7 મિનિટ બાદ જ પાંચમા માળેથી પડતાં મોત, રાજેન્દ્ર પટેલના મોતનું ઘૂંટાતું રહસ્ય

સાણંદ15 દિવસ પહેલાલેખક: ચેતન પુરોહિત

સાણંદના પ્રાંત અધિકારી અને સાણંદ બેઠકના રિટર્નિંગ ઓફિસર રાજેન્દ્ર પટેલે આપઘાત કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે તેમણે આપઘાત કર્યો છે કે અકસ્માત છે કે કોઈએ હત્યા કરી તેને લઈને પરિવાર આક્ષેપ કરી રહ્યો છે. ચૂંટણીમાં રોકાયેલા ચૂંટણી અધિકારી આજે વહેલી સવારે 5 વાગ્યે ઘરે આવ્યા હતા. માત્ર સાડા ચાર કલાકના ટૂંકા ગાળામાં જ ડ્રાઈવરને ફોન કર્યો હતો. જોકે, તેની સાત મિનિટ બાદ જ આ બનાવ બન્યો હતો. આ વચ્ચે જ્યાં દુર્ઘટના બની તે સોસાયટીના એક પણ સીસીટીવી કાર્યરત ન હતા, એટલે કે બંધ હતા. સમગ્ર બનાવ આપઘાતનો છે કે હત્યાનો તેને લઈને પરિવાર શંકા કરી રહ્યો છે ત્યારે સીસીટીવીના કારણે રહસ્ય વધારે ઘેરાયું છે.

પરિવારનો આક્ષેપ હત્યા કરાઈ
સાણંદના નિર્મિત ફ્લોરાના પાંચમાં માળ પરથી પડવાથી પ્રાંત અધિકારી રાજેન્દ્ર પટેલનું મોત થયું છે. સવારે પાંચ વાગ્યે ઘરે આવેલા અધિકારી 9:30 વાગ્યે પડ્યા અને ઘટનાસ્થળે જ તેમનું મોત થયું છે. પ્રાથમિક દૃષ્ટિએ પોલીસે અકસ્માતે મોત નોંધ્યું છે, પણ પરિવારનો આક્ષેપ છે કે તેમની કોઈએ હત્યા કરી છે. સાણંદમાં બનેલી ઘટનાની તપાસ DySP કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે. જ્યારે પેનલ પોસ્ટ મોર્ટમ અને વીડિયોગ્રાફી કરાવ્યા બાદ હવે તેમની તપાસ શરૂ કરવામાં આવી છે.

હર્ષદ પટેલે પોતાના ભાઈની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી છે
હર્ષદ પટેલે પોતાના ભાઈની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી છે

સવારે 5 વાગે ઘરે આવ્યા
મળતી માહિતી પ્રમાણે, આર. કે. પટેલ સવારે 5 વાગે ઘરે આવ્યા હતા. આગલા દિવસે પરિવાર સાથે વાત કરી હતી અને તેમને કોઈ સ્ટ્રેસ તે સમયે લાગતો ન હતો. મૃતકના ભાઈએ આક્ષેપ કર્યો છે કે, તેઓ ક્યારેય આત્મહત્યા કરી જ શકે નહીં. અમને લાગે છે કે તેમની સાથે અન્ય કોઈ બનાવ બન્યો હશે, એટલે તેની તપાસ કરવામાં આવે તો વાત સ્પષ્ટ થઈ જશે.

પેન ડ્રાઈવ રાજ ખોલી શકે છે!
આર કે પટેલ કયા સંજોગોમાં પાચમાં માળેથી પડી ગયા તે હજી સ્પષ્ટ થયું નથી. પરંતુ એમના ખિસ્સામાંથી બે મોબાઇલ ફોન અને એક પેન ડ્રાઈવ મળી છે. આ પેન ડ્રાઈવની અંદર કયો ડેટા છે, તે શોધવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કારણ કે કોઈ શંકા પર ડેટા મળી આવે, તો આખા કેસની તપાસ અન્ય દિશામાં જઈ શકે છે. જ્યારે એક ફોન તૂટી ગયો હતો, જેને ડેટા રિક્વર કરવા માટે આ સાધનોમાં આવી રહ્યાં છે.

પરિવારજનો એસડીએમ મક્કમ મનવાળા હોવાનુું કહે છે
પરિવારજનો એસડીએમ મક્કમ મનવાળા હોવાનુું કહે છે

કલેક્ટર કચેરીનો સ્ટાફ ઊમટી પડ્યો
સાણંદમાં બનેલી ઘટનાને પગલે અમદાવાદ કલેક્ટર કચેરીના અધિકારીઓ સાણંદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને ત્યાં પરિવાર સાથે વાત કરી હતી. બીજી તરફ કલેક્ટર કચેરીના બીજા અધિકારીઓ દ્વારા પોલીસ સાથે પણ વાતચીત કરવામાં આવી રહી હતી. હવે આ સમગ્ર મામલો ગૂંચવાયો છે. કારણ કે, પોલીસ એક તરફ આત્મહત્યાની થીયરીથી પણ તપાસ કરી રહી છે. જ્યારે પરિવાર હત્યા તરફ શંકા કરી રહ્યું છે. જેના કારણે હાલ તો સમગ્ર મામલો અકસ્માતે મોતના બનાવ સંદર્ભે આગળ વધી રહ્યો છે.

મા અંબાના પરમ ભક્ત
સતત માતાજીની ઉપાસના કરતા હતા અને અંબાજીમાં સારી ફરજ નિભાવી હતી. ગુજરાતનો મોટો ભાદરવી પૂનમના મેળામાં સારી વ્યવસ્થા કરી હતી. આમ પોતાની ફરજને સારી રીતે નિભાવવા માટે કટિબદ્ધ અધિકારી પટેલે આત્મહત્યા કરી કેમ એ માનવવા આવે એવી વાત નથી.

મોટી સંખ્યામાં રાજેન્દ્ર પટેલનાં પરિજનો સાણંદ સિવિલ દોડી ગયાં
મોટી સંખ્યામાં રાજેન્દ્ર પટેલનાં પરિજનો સાણંદ સિવિલ દોડી ગયાં

દીકરીનું મૌન, પિતાના મોતથી પરિવાર ભાગી પડ્યો
આર કે પટેલના શંકાસ્પદ મોત બાદ તેમનાં પરિવારજનો કહી રહ્યાં હતાં કે, તે જરા પણ ડિપ્રેશનમાં નથી અને તે માતાજીના ઉપાસક હતા. ઘણાં વર્ષથી તે માતાજીની ઉપાસના કરે છે અને તેને જરા પણ ક્યારેય ચિંતા હોય એવું લાગ્યું નથી.

9.24 ફોન કર્યો ને 9.31 આર કે પટેલ કઈ રીતે નીચે પડ્યા?
આર કે પટેલ સવારે ઘરે આવ્યા બાદ આરામ કરતા હતા અને 9. 24 વાગે તેમણે ડ્રાઇવરને ફોન કર્યો હતો કે, તું મને લઈ જા. પરંતુ 9:31 વાગ્યે તેઓ પાંચમા માળેથી કઈ રીતે પડ્યા તે શંકાસ્પદ છે. હવે આ હત્યા છે કે આત્મહત્યા તે શોધવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે. મૃતકના વિશેરા લઈને એફએસએલમાં મોકલવામાં આવશે અને ડ્રાઈવરનું નિવેદન પણ નોંધવામાં આવશે.

એસડીએમની હત્યા છે કે આપઘાત તેને લઈને રહસ્ય ઘેરાયું છે
એસડીએમની હત્યા છે કે આપઘાત તેને લઈને રહસ્ય ઘેરાયું છે
અન્ય સમાચારો પણ છે...