લઠ્ઠાકાંડમાં કેમિકલના સપ્લાય મામલે પૂછપરછ માટે એમોસ એન્ટરપ્રાઈઝના ચેરમેન અને મેનેજિગ ડીરેકટર સમીર પટેલને સ્ટેટ મોનિટરિંગ સેલે સમન્સ પાઠવ્યો હતો પણ તેઓ હાજર થયા નહતા. બીજીબાજુ લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી જયેશ ઉર્ફે રિન્કુએ કોર્ટમાં કબૂલાત કરી હતી કે, તેણે કેમિકલ ચોરીને બહાર વેચ્યું હતું.
જયેશે એમોસ કોર્પોરેશન નામની કેમિકલ કંપનીમાં ચાર વર્ષ કામ કર્યું હતું, આ સાથે તે સિનાર લિમિટેડ કંપની દ્વારા સપ્લાય થતા મિથેનોલ કેમિકલને બેરલમાંથી કાઢવાનુ કામ સંભાળતો હતો. છેલ્લા ચાર મહિના દરમિયાન જયેશે ત્રણ બેરલમાં 600 લીટર કેમિકલ કટીંગ કરી લીધુ હતુ. જે તેણે પોતાના મિત્ર ગોપાલ ભરવાડની રીક્ષામાં લઈ દિનેશ નામના વ્યકિતને કેમિકલ સાથે રવાના કર્યો હતો. પોલીસે જયેશ સહિત અન્ય આરોપીઓની પૂછપરછ કરી તેમના સીઆરપીસી કલમ 164 મુજબ નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે.
17 આરોપીને તાજના સાક્ષી બનાવાયા
લઠ્ઠાકાંડમાં પકડાયેલા મુખ્ય આરોપી, અન્ય આરોપીઓના સીઆરપીસી કલમ 164 મુજબ નિવેદન નોંધવાની કાર્યવાહી ધંધુકા કોર્ટે હાથ ધરી છે. સોમવારે 17 આરોપીએ નિવેદનો આપ્યા હતા. કલમ 164 મુજબ કોર્ટ સમક્ષનું નિવેદન મહત્વનું છે. કેસની ટ્રાયલ સમયે જો આરોપી હોસ્ટાઈલ થાય તો તેમની વિરુદ્ધ કોર્ટ કાર્યવાહી કરી શકે છે.
ઈન્ચાર્જ કમિશનરે કહ્યું, ‘મુજે અમદાબાદમેં દારૂ નહીં ચાહીયે’
શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ 19 દિવસ માટે અમેરિકા ગયા હોવાથી પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંયુકત પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરી પાસે છે. પોલીસ કમિશનર તરીકનો ચાર્જ સંભાળ્યો તેના પહેલા જ દિવસે અજયકુમાર ચૌધરીએ સોમવારે શહેરના તમામ પીઆઈ થી માંડીને ડીસીપી કક્ષાના અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું, ‘મુજે એમદાબાદ મેં દારુ નહીં ચાહીએ. તેમ કહીને તમામ અધિકારીઓને દારુ અને ડ્રગ્સના કારોબાદ બંધ કરાવી દેવા કડક સૂચના આપીહતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.