ભાઈજાન ગાંધીના શરણમાં:‘ગેંગસ્ટર’ની ફિલ્મના પ્રમોશન માટે સલમાન ખાન ગાંધી આશ્રમમાં આવ્યો, સૂતરની આંટી ગળામાંથી કાઢી હાથમાં લપેટી

અમદાવાદ7 મહિનો પહેલા
  • સલમાન ખાનને જોવા માટે ચાહકોના ટોળેટોળાં ઊમટી પડ્યાં

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન આજે અમદાવાદની મુલાકાતે આવ્યો છે. પોતાની નવી ફિલ્મ ‘અંતિમ’ના પ્રમોશન માટે સલમાન ખાન અમદાવાદ પહોંચ્યો છે. તેણે આજે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. 10 મિનિટ સુધીની આ મુલાકાતમાં તેણે રેંટિયો ચલાવ્યો હતો. સલમાન શહેરમાં પહોંચતાં જ ગાંધી આશ્રમ પાસે ચાહકોનાં ટોળેટોળાં ઊમટ્યાં હતાં. તેણે સૂતરની આંટી ગળામાં પહેરવાની જગ્યાએ હાથમાં લપેટી હતી.

હૃદયકુંજ અને ગાંધીજીના રૂમની મુલાકાત કરી
બોલિવુડ અભિનેતા સલમાન ખાન લાંબા સમય બાદ ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદની મુલાકાતે આવ્યો હતો. સલમાન ખાન અમદાવાદમાં આવતાંની સાથે જ ગાંધી આશ્રમ પહોંચ્યો હતો. ગાંધી આશ્રમમાં હૃદયકુંજ અને ગાંધીજીના રૂમની મુલાકાત કરી હતી. ગાંધી આશ્રમમાં સલામાને સૂતરની આંટી ગળામાં પહેરવાની જગ્યાએ હાથમાં લક્કીની જેમ પહેરીને જ ચલાવ્યો હતો. ગાંધી આશ્રમમાં આવતા VIP મુલાકાતીઓને આશ્રમમાં સૂતરની આંટી પહેરાવીને સ્વાગત કરવામાં આવે છે, એ પ્રમાણે જ સલમાનનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું, પરંતુ ગળામાં પહેરાવવામાં આવતી સૂતરની આંટી સલમાને હાથમાં લપેટી હતી અને આશ્રમની મુલાકાત કરી હતી.

સલમાનને જોવા માટે ચાહકોની ભીડ ઊમટી.
સલમાનને જોવા માટે ચાહકોની ભીડ ઊમટી.

સલમાનના ચાહકોએ બેરિકેડ્સ તોડ્યાં
ઉપરાંત ગાંધીજીનો પારંપરિક રેંટિયો પણ સલમાન ખાને હાથમાં સૂતરની આંટી લક્કીની જેમ પહેરીને જ ચલાવ્યો હતો. ગાંધી આશ્રમથી સલમાન ખાન નીકળી રહ્યો હતો એ દરમિયાન આશ્રમમાં આવેલા મુલાકાતીઓ અને સલમાનના ચાહકોએ બેરિકેડ્સ તોડ્યાં હતાં અને સલમાનના ફોટો પાડવામાં તથા તેમની સાથે ફોટો પડાવવા માટે પડાપડી કરી હતી..આશ્રમથી નીકળતા સમયે પણ લોકોએ સલમાનની ગાડીને પણ ઘેરી હતી.

સલમાન ખાને રેંટિયો ચલાવ્યો હતો.
સલમાન ખાને રેંટિયો ચલાવ્યો હતો.

વિઝિટર બુકમાં પોતાનો અનુભવ શેર કર્યો
આશ્રમમાંથી જતા સલમાને વિઝિટર બુકમાં પણ પોતાનો અનુભવ શેર કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે આ જગ્યાએ આવીને મને ખૂબ આનંદ થયો. અહીં આવીને પહેલી વખત રેટિયો ચલાવીને મને જે ખુશી થઈ છે એ ક્યારેય નહીં ભૂલું, ફરીવાર આશ્રમ આવવાની ઈચ્છા છે..​ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ આવેલા સલમાન ખાન ગાંધી આશ્રમથી હોટલ હયાત ખાતે જવા રવાના થયા હતા. 4 વાગે PVR સિનેમામાં દર્શકો પાસે મૂવીના પ્રમોશન માટે જશે, જે બાદ મુંબઇ જવા રવાના થશે.

સલમાન ખાનને જોવા માટે ભીડ એકઠી થઈ હતી.
સલમાન ખાનને જોવા માટે ભીડ એકઠી થઈ હતી.

ફિલ્મમાં સલમાનનો એકદમ અલગ અવતાર
સલમાન ખાન અને આયુષ શર્માની ફિલ્મ 'અંતિમ'ને ક્રિટિક્સ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં સલમાનનો એકદમ અલગ અવતાર જોવા મળે છે, જે એક શાંત શીખ પોલીસકર્મી છે, જે પોતાનો ગુસ્સો ગુમાવતો નથી, પરંતુ વસ્તુઓને અલગ રીતે હેન્ડલ કરે છે. આ ફિલ્મમાં સલમાન ખાન, આયુષ શર્મા અને મહિમા મકવાણા મુખ્ય ભૂમિકામાં છે. એ મહેશ માંજરેકર દ્વારા નિર્દેશિત અને સલમાન ખાન દ્વારા નિર્મિત ફિલ્મ છે.

સલમાને વિઝિટર બુકમાં લખ્યું, મને ખૂબ જ આનંદ થયો.
સલમાને વિઝિટર બુકમાં લખ્યું, મને ખૂબ જ આનંદ થયો.

ફિલ્મનું ડાયરેક્શન મહેશ માંજરેકરે કર્યું છે
ફિલ્મનું ડિરેક્શન મહેશ માંજરેકરે કર્યું છે, જેણે ગેંગસ્ટરની કહાની માટેનું સ્ટેજ તૈયાર કર્યું છે. અંતિમ મનોરંજક ફિલ્મ છે. મહેશ માંજરેકરે ગ્રામીણ અને શહેરી મહારાષ્ટ્ર રજૂ કર્યું છે. કરણ રાવતની સિનેમેટોગ્રાફીએ શહેરમાં થઈ રહેલા સતત વિકાસને સારી રીતે દર્શાવ્યો છે. પોપ્યુલર મરાઠી એક્ટર્સે ફિલ્મને વધારે મજબૂત કરી છે છતાં ફિલ્મમાં એક જેવા સંઘર્ષને વારંવાર દેખાડાયા છે, સાથે જ ફિલ્મમાં ચારેય ગીતો જબરદસ્ત છે. સલમાનને પોતાનો શર્ટ ફાડીને ગુંડાઓને મારતો બતાવાયો છે. ફિલ્મમાં આયુષ શર્મા અને મહિમા મકવાણાની લવ કેમિસ્ટ્રી ખૂબ કંટાળાજનક છે. આ ફિલ્મથી એક્ટ્રેસ મહિમા મકવાણાએ ડેબ્યુ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...