ટેક્સ:રૂ.50 લાખથી વધુના વેચાણ ઉપર ગુરુવારથી .075 ટકા TCS લાગશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હોલસેલ-બુલિયન વેપારીઓએ સોફ્ટવેરમાં સુધારો કરવો પડશે
  • ખરીદનાર પાસે પાન કે આધાર નંબર ન હોય તો 1 ટકો TCS લાગુ પડશે

આવકવેરાના 2020ના રિન્યુ કરાયેલા નાણાંબિલમાં ટેક્સનું કલેકશન વધારવા તેમજ કરચોરી અટકાવવા કેટલાક સુધારા કરાયા છે. આ સુધારા અનુસાર જો કોઇ વેપારી વાર્ષિક રૂ. 50 લાખ કરતા વધારેનું વેચાણ કરે છે તો તેમણે 1 ઓક્ટોબરથી દરેક વેચાણ પર .075 ટકા લેખે વધારાની રકમ માલ વેચનાર પાસેથી વેચાણ કિંમત ઉપર ટીસીએસ વસૂલવાનો રહેશે.

આ ઉઘરાવેલી રકમ ટીસીએસ તરીકે ઇન્કમટેકસમાં જમા કરવાની રહેશે. તદ ઉપરાંત ખરીદનાર વેપારીઓ પાસેથી પાન નંબર કે આધાર નંબર નહીં હોય તો આ ટીસીએસનો દર 1 ટકા ભરવો પડશે. જો કે, ટીસીએસની મર્યાદાની ગણતરી અગાઉના વર્ષથી કરવાની રહેશે. એટલે કે 1 એપ્રિલથી સપ્ટેમ્બર સુધી કોઇ એક વેપારીને રૂ. 40 લાખનું પેમેન્ટ તા. 30 સપ્ટેમ્બર સુધી મળ્યું હશે. ત્યાર બાદ ઓક્ટોબર માસમાં બીજા રૂ. 20 લાખનું પેમેન્ટ સ્વીકારશે તો તેમણે .075 ટકા લેખે રૂ. 60 લાખ ઉપર રૂ. 4500 ટીસીએસ ભરવાનો થશે. હોલસેલ અને બુલિયનનો વ્યવસાય કરતા વેપારીઓએ સોફટવેરમાં સુધારો કરવો પડશે. જો માલ ખરીદવો અને ફોરેન એક્સચેન્જ ખરીદવું બન્નેમાંથી એક પણ ટ્રાન્જેકશન આવકવેરાને પાત્ર આવક નથી છતાં આવો ટેકસ વસુલવામાં આવી રહ્યો છે.

ટેક્સ જમા નહીં કરાવનારને દંડ
ટેક્સ કન્સલ્ટન્ટ પ્રમોદ પોપટના જણાવ્યા અનુસાર ટીસીએસ જમા નહીં કરાવવામાં આવે તો ઇન્કમટેકસ વિભાગ 1 ઓકટોબરથી દંડ કરશે. રૂ. 50 લાખ ઉપરના પેમેન્ટ માટે ઇનવોઇસ કે બીલ ચેક કરવાના બદલે વેપારીએ પોતાના સોફટવેરમાં તેની ગણતરી થાય તેવી વ્યવસ્થા કરવી પડશે.

અન્ય સમાચારો પણ છે...