અસલીના નામે નકલીની 'પધરામણી':​​​​​​​અમદાવાદમાં ફોનવાલે, કબીર વર્લ્ડ સહિતની પાંચ દુકાનોમાં એપલના નામે ડુપ્લિકેટ પ્રોડક્ટ વેચાતી હતી, 3 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
દુકાનોમાંથી મળેલી નકલી પ્રોડક્ટની તસવીર - Divya Bhaskar
દુકાનોમાંથી મળેલી નકલી પ્રોડક્ટની તસવીર
  • ફોન વાલે, ઉમિયા એજન્સી, મહેતા એજન્સી, કબીર વર્લ્ડ અને વર્લ્ડ ઓફ મોબાઇલની દુકાનમાં પોલીસનું સર્ચ

હાલ ઇલેક્ટ્રોનિક બજારમાં અસલીના નામે ઘણી ડુપ્લિકેટ વસ્તુઓ વેચાઈ રહી હોય છે. તેમાં પણ ખાસ કરીને બ્રાન્ડેડ વસ્તુઓનું ડુપ્લિકેશન થઈને નિર્દોષ ગ્રાહકોને પધરાવી દેવામાં આવે છે. અમદાવાદ શહેરમાં જાણીતી દુકાનોમાં આવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાંચ દુકાનોમાં રેડ કરતાં ત્યાં એપલ કંપનીની એસેસરીઝનો ડુપ્લિકેટ સમાન મળ્યો હતો. ઇસનપુર પોલીસે આ અંગે ગુનો નોંધી અત્યાર સુધી કેટલી પ્રોડક્ટ એપલના નામે વેચી નાખી છે તે શોધવા પ્રયાસ હાથ ધર્યો છે.

જાણીતી દુકાનોમાં નકલી પ્રોડક્ટનું વેચાણ
અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં હવેલી મોબાઇલ એસેસરીઝની દુકાનમાં જાણીતી બ્રાન્ડેડ કંપનીઓ ડુપ્લિકેટ એસેસરીઝ વેચાતી હોવાની જાણ થતા પોલીસ અને કોપિરાઇટ અંગેનો કેસ કરતા કંપનીના માણસો ત્યાં પહોંચ્યા હતા. આ વિસ્તારમાં આવેલી જાણીતી મોબાઇલની દુકાન ફોનવાલે, ઉમિયા એજન્સી, મહેતા એજન્સી, કબીર વર્લ્ડ અને વર્લ્ડ ઓફ મોબાઇલની દુકાન સર્ચ કર્યું હતું.

જાણીતી દુકાનોમાં નકલી પ્રોડક્ટનું વેચાણ
જાણીતી દુકાનોમાં નકલી પ્રોડક્ટનું વેચાણ

ઈસનપુરની પાંચ દુકાનો સામે કોપિરાઈટનો કેસ

આ સર્ચ દરમિયાન આ દુકાનોમાં એપલ કંપનીના એરપોડ, ચાર્જર તેમજ અન્ય એસેસરી વેચાતી હતી. આ જગ્યાઓથી કુલ ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે રિકવર કરી કોપિરાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે આ મામલે જાણીતી ફોનવાલે સહિતની કુલ પાંચ દુકાનમાં કોપિરાઈટનો કેસ કર્યો છે.

3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો
3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

અસલી પ્રોડક્ટના નામે ગ્રાહકો સાથે છેતરપિંડી
નોંધનીય છે કે, મોબાઈલનું માર્કેટ હાલ ઝડપથી વધી રહ્યું છે. આ સાથે જ માર્કેટમાં અસલી પ્રોડક્ટ સાથે મળતી આવતી ડુપ્લિકેટ પ્રોડક્ટ પણ વેચાતી હોય છે. પરંતુ ગ્રાહકોને જાણ ન હોવાના કારણે તેઓ વધુ પૈસા આપીને પણ છેતરાતા હોય છે. એવામાં ઘણા કસ્ટમર્સ માત્ર જાણીતી અને બ્રાન્ડેડ દુકાનોમાંથી પ્રોડક્ટ ખરીદવાનો આગ્રહ કરતા હોય છે, પરંતુ હવે જાણીતી દુકાનોમાં પણ આ પ્રકારની નકલી પ્રોડક્ટ સામે આવતા લોકોને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...