તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Salary And Pension Will On Sundays And Holidays From Today, The State Government Has Extended The Deadline For Vaccination For Traders By Another 15 Days

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:આજથી રવિવારે અને રજાના દિવસે પણ પગાર અને પેન્શન થશે, રાજ્ય સરકારે વેપારીઓ, નોકરીયાત સહિતના વર્ગ માટે વેક્સિનેશન માટે વધુ 15 દિવસની મુદ્દત વધારી

2 મહિનો પહેલા

નમસ્કાર,

આજે તારીખ 1 ઓગસ્ટ, અષાઢ વદ આઠમ અને રવિવાર, આજે મિત્રતાનું પર્વ ફ્રેન્ડશીપ ડે

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજથી રવિવાર અને રજાના દિવસે પણ પગાર-પેન્શન થશે, ATM ચાર્જ સહિત ઓગસ્ટ મહિનાથી 5 ફેરફાર થશે
2) સોખડા હરિધામ મંદિરમાં આજે બપોરે હરિપ્રસાદ સ્વામીની નશ્વર દેહની શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી અંતિમસંસ્કાર વિધિ થશે
3) રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણીમાં આજે ‘જ્ઞાન શક્તિ દિવસ’રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલમાં 151 કાર્યક્રમ યોજાશે
4) રાજ્ય સરકારના જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત રૂ.135 કરોડના ખર્ચે 3659 શાળાઓના તૈયાર થયેલા 12 હજાર સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ
5) અમદાવાદ અને રાજકોટમાં કોવિશીલ્ડ અને કોવેક્સિનનો પ્રથમ ડોઝ લેનારા માટે બીજો ડોઝનું વેક્સિનેશન ચાલુ રહેશે, પ્રથમ ડોઝનું બંધ
6) સુરતમાં ‘જ્ઞાન શક્તિ દિન’ અંતર્ગત ચાર કોલેજો ખાતે ટેબ્લેટ વિતરણ તથા જિલ્લાકક્ષાનો કાર્યક્રમ બારડોલીના ખોજ-પારડી ગામે યોજાશે
7) વડોદરામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં સયાજી હોસ્પિટલના ઓડિટોરિયમમાં જ્ઞાન શક્તિ દિનની ઉજવણી
8) રાજકોટમાં આજથી સુશાસન સપ્તાહની ઉજવણી શરૂ થશે, આજે શક્તિ દિનની ઉજવણી થશે
9) અમદાવાદમાં આજે 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધી મેટ્રોની કામગીરીને લઈને જીવરાજ ઓવરબ્રિજ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) ગુજરાતમાં વેપારીઓ, ફેરિયાઓ તથા નોકરિયાત વર્ગ માટે ફરજિયાત વેક્સિનેશનની સમયમર્યાદા વધારીને 15 ઓગસ્ટ સુધી કરાઈ
રાજ્યમાં વેપારીઓ, ફેરિયાઓ, નોકરીયાત વર્ગ તથા સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે કોરોના વેક્સિન ફરજિયાત લેવાની સમયમર્યાદા લંબાવવાનો નિર્ણય કરાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ફરજિયાત વેક્સિનની સમય મર્યાદા 15 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. અગાઉ પણ સમય મર્યાદા વધારીને 31 જુલાઈ કરાઈ હતી. જોકે ઘણા બધા વેપારીઓ, ફેરિયા તથા નોકરિયાત વર્ગને વેક્સિન લેવાની બાકી હોવાથી આ સમય મર્યાદા વધારવા માટે રજૂઆત કરાવામાં આવી હતી.
વાંચો સમાચાર વિગતવાર

2) રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના સમયમાં ફેરફાર, હવે બપોરની પાળીમાં પણ સ્કૂલો શરૂ થઈ શકશે
હાલ ગુજરાતમાં કોરોના કાબૂમાં આવી ગયો છે, જેને પગલે શિક્ષણ પણ નોર્મલ થવા લાગ્યું છે. ધોરણ 12ની સ્કૂલો અને કોલેજો ઓફલાઈન શરૂ કર્યા બાદ હવે ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9થી 11 માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે વિચારણા શરૂ કરવામાં આવી છે, ત્યારે હવે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સરકારી અને પ્રાઈવેટ શાળાઓના સમયમાં ફેરફાર કરીને રાબેતા મુજબ શરૂ કરવા આદેશ અપાયો છે. જે મુજબ, કોરોનાકાળ અગાઉ જે શાળાઓ બપોર પાળીમાં હતી, તેઓ હવે બપોરે શૈક્ષણિક કાર્ય ચાલુ કરી શકશે.
વાંચો સમાચાર વિગતવાર

3) ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં 10 હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી, 47 હજાર TET પાસ ઉમેદવારો ચાર વર્ષથી બેરોજગાર
ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં 10 હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. ભરતી નહીં થવાને કારણે અનેક શાળાઓ માત્ર એક-બે શિક્ષકોના સહારે ચાલી રહી છે. બીજી તરફ રાજ્યમાં T.E.T પાસ કરીને બેઠેલા 47 હજારથી વધુ ઉમેદવારો ભરતીની રાહ જોઈને બેકાર બેસી રહ્યાં છે. રોજગારી અને ભરતીના અભાવે આવા ઉમેદવારોમાં ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે. તે છતાંય રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં નથી આવતી. આવા આક્ષેપ સાથે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

4) હરિધામ સોખડાના કોઠારી સ્વામી પ્રેમસ્વરૂપદાસનું નામ મોખરે, મંદિરના સંતોની બેઠક બાદ નવા ગાદીપતિના નામની જાહેરાત કરાશે
સોખડા હરીધામના અક્ષર નિવાસી હરિપ્રસાદ સ્વામીજીના ઉત્તરાધિકારી તરીકે પ્રેમસ્વરૂપદાસ સ્વામીજીનું નામ મોખરે છે. મંદિરના સંતોની બેઠકમાં સોખડા મંદિરના નવા ગાદીપતિ તરીકે નામની જાહેરાત કરવામાં આવશે. અક્ષરનિવાસી હરીપ્રસાદ સ્વામીના અંતિમ સંસ્કાર પછી નવા ગાદીપતિની જાહેરાત કરાશે. 75 વર્ષીય પ્રેમસ્વરૂપદાસ સ્વામીજી હાલ મંદિરના કોઠારી છે.
વાંચો સમાચાર વિગતવાર

5) સુરતના પુણાના સ્વામિનારાયણ મંદિરમાં વર્ચસ્વની લડાઈ, રાકેશપ્રસાદ ટ્રસ્ટના હસ્તકમાં મંદિર લેવાની વાતે હરિભક્તોમાં રોષ, પોલીસ બોલાવાઈસ્વામિનારાયણ સંપ્રદાયમાં વડતાલના ગાદીપતિ રાકેશપ્રસાદ મહારાજ અને અજેન્દ્રપ્રસાદ મહારાજ વચ્ચે વર્ચસ્વની લડાઇ છેલ્લાં ઘણાં વર્ષોથી ચાલી રહી છે. આ લડાઈની વચ્ચે અનેક રાજકીય અને કાયદાકીય કાવાદાવાઓ સામે આવતા હોય છે. ત્યારે સુરતના પુણાના શંકરનગર સ્થિત સ્વામિનારાયણ મંદિરનો વિવાદ સામે આવ્યો છે. પુણાના આ મંદિરને રાકેશપ્રસાદ મહારાજના ટ્રસ્ટમાં સમાવી લેવામાં આવ્યાની વાત ચાલી રહી છે, જેને લઇને હરિભક્તોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. મંદિરમાં દર્શન કરતાં રોકવા અને ધૂન ન કરવા દેવાના આક્ષેપ સાથે હરિભક્તોએ વિરોધ કરતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
વાંચો સમાચાર વિગતવાર

6) સુરતમાં શેરબજારના રોકાણકારે ભાગીદારોની રૂપિયાની માગણીથી ત્રાસીને ફાંસો ખાધો,સુસાઈડ નોટ મળીસુરતના અલથાણમાં શેર બજારના એક રોકાણકારે ભાગીદારોની વારંવારની રૂપિયાની માંગણીથી ત્રાસીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. અમિત સુથારે 6 મહિના પહેલા જ લગ્ન કર્યા હતાં. 25 લાખ શેર બજારમાં નાખ્યા બાદ પણ વધુ રકમ માગી ભાગીદારો દબાણ કરતા હોવાની પોલીસને સુસાઈટ નોટ મળી આવતાં પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
વાંચો સમાચાર વિગતવાર

7) તાઈજુએ સિંધુને સેમીફાઇનલમાં હરાવી; વિશ્વની પ્રથમ ક્રમની ખેલાડીએ પીવી સિંધુને ગોલ્ડ મેડલ રેસમાંથી બહાર કરીટોક્યો ઓલિમ્પિકમાં ઈન્ડિયન બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ ચાઇનીઝ ટાઇપેની તાઈ જૂ વિરૂદ્ધ સેમીફાઇનલમાં હારી ગઈ છે. સિંધુ હવે રવિવારે સાંજે 5 વાગ્યે બ્રોન્ઝ મેડલ માટે ચીનની જિયાઓ બિંગ સામે રમશે. શનિવારે સેમીફાઇનલની પહેલી ગેમમાં એક સમયે 4 પોઇન્ટથી આગળ હોવા છતાં પીવી સિંધુ પહેલી ગેમ 21-18થી હારી ગઈ હતી. આના કારણે તાઈ જૂએ પહેલેથી જ ગેમમાં પકડ બનાવીને સિંધુને સતત બીજી ગેમમાં પણ 21-13થી હરાવી દીધી હતી.
વાંચો સમાચાર વિગતવાર

8) દેશના પૂર્વભાગમાં ચોમાસુ આગળ વધ્યું; MP,રાજસ્થાનમાં રેડ એલર્ટ, બંગાળના અનેક વિસ્તારોમાં પાણીમાં ડૂબ્યાહવામાન વિભાગે પશ્ચિમી મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં શનિવારે-રવિવારે પણ ભારે વરસાદનું રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેશના પૂર્વ ભાગોમાં ચોમાસુ આગળ વધવાની સાથે પશ્ચિમ બંગાળ પર હળવા દબાણનું ક્ષેત્ર સર્જાયું છે. છેલ્લા 24 કલાકથી પશ્ચિમ બંગાળના ગંગાના મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. બીજીબાજુ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

9) બાબુલ સુપ્રિયોએ રાજકારણમાંથી સંન્યાસ લીધો; બંગાળમાં ચૂંટણી હાર્યા બાદ BJPને મોટો ઝટકો, સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ કરી માહિતી આપીપુર્વ કેન્દ્રિય મંત્રી અને પશ્ચિમ બંગાળની આસનસોલ સીટથી બીજી વખતના BJP સાંસદ બાબુલ સુપ્રિયોએ રાજકારણમાંથી વિદાય લીધી છે. તેમણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ લખીને કહ્યુ છે કે તેઓ રાજકારણ ફક્ત સમાજ સેવા કરવા આવ્યા હતા.તે રાજકારણથી અલગ થઇને પણ પોતાના સમાજસેવાના ઉદ્શ્યને પૂરો કરી શકે છે. તેમણે એ વાત પર પણ જોર આપ્યુ છે કે તેઓ હંમેશા ભાજપનો ભાગ હતા અને રહેશે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) કાશ્મીરમાં 2 પાકિસ્તાની આતંકવાદી ઠાર; પુલવામા હુમલાનાં કાવતરામાં સામેલ આતંકી લંબૂ પણ માર્યો ગયો; જૈશનાં વડા મસૂદ અઝહરનો સંબંધી હતો
2)અફઘાનિસ્તાનમાં તાલિબાનને લીધે બદલાયા સમીકરણ; ભારત સામે આતંકવાદીઓ મોરચો ખોલી શકે છે; કાશ્મીરમાં મોકલી શકે છે લશ્કર અને જૈશના આતંકવાદી
3) આસામના CM હિમંત બિસ્વ સરમા સામે હત્યાના પ્રયાસનો કેસ દાખલ, ષડયંત્ર રચવાનીની કલમો પણ લગાવાઈ

આજનો ઈતિહાસ
વર્ષ 1774માં આજના દિવસે જોસેફ પ્રીસ્લેએ મર્ક્યુરીક ઓક્સાઈડને સળગાવી ડિફ્લોજિસ્ટિકેટેડ એરની શોધ કરી હતી, આ ગેસ આગળ જતા પ્રાણવાયુ ઓક્સિજનના નામથી ઓળખાવા લાગ્યો

અને આજનો સુવિચાર
એક સપનું પડી ભાંગે અને હજારો ટૂકડામાં વેરાઈ જાય તો એ ટૂકડાઓને વીણી ફરીથી પ્રારંભ કરવાનો ડર કદી રાખો નહીં

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...