સાકેત ગોખલે દ્વારા સોશિયલ મીડિયા પર પીએમ પર રી ટ્વીટ કરવાના મામલે સાયબર ક્રાઇમે ધરપકડ કરી હતી. જેમાં આરોપીને કોર્ટે 25 હજારના બોન્ડ પર જામીન આપ્યા છે.
તૃણમુલ નેતા સાકેત ગોખલે પર આરોપ હતો કે, પીએમ મોદી દ્વારા મોરબી મુલાકાતને લઈને 30 કરોડ જેટલો ખર્ચ થયો છે. તે આરટીઆઇમાં ખુલાસો થયો હોવાનું બનાવટી ઇલેટ્રોનિકસ ન્યુઝ કટિંગ મૂકવામાં આવ્યું હતું. જે આરોપીએ ખોટું બનાવીને રિટિવટ કરતા આરોપી સામે ગુનો નોંધીને સાયબર ક્રાઇમે ધરપકડ કરીને તેના 3 તારીખ સુધીના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે આરોપીના 8 તારીખ બાર વાગ્યા સુધીનાં રિમાન્ડ મંજુર કરતા આરોપીને સાયબર ક્રાઇમ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
જામીન માટે બાયપાસ સર્જરીનું કારણ અપાયું
આરોપીના વકીલ દ્વારા આરોપી સાકેત ગોખલેની જામીનની માંગ કરતી અરજી કરવામાં આવી હતી. જે મેટ્રો કોર્ટમાં ચાલી હતી. આરોપીના વકીલ દ્વારા કોર્ટમાં પોતાના અરજદારને બાયપાસ સર્જરી કરાવી હોવાનું કારણ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં અરજદારને રેગ્યુલર દવા લેવી જરૂરી હોય અને અરજદાર તપાસમાં સહકાર આપે છે. કોર્ટની શરતને આધીન જામીન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. કોર્ટે બન્ને પક્ષની રજૂઆતને માન્ય રાખીને આરોપીના શરતી જામીન પર મુક્ત કર્યો હતો.
જયપુર એરપોર્ટ પર ધરપકડ કરાઈ હતી
આરોપીની જયપુરથી ધરપકડ કરવામાં આવી હતી અને તેને વાહન માર્ગે અમદાવાદ સુધી લેવાયો હતો. જેને લઈને હાર્ટસર્જરી હોવાથી તેની દવા સમયસર લેવી જરૂરી હોય અને તબિયત પર અસર ના પડે તે જરૂરી હોવાનું જામીન અરજીમાં રજુઆત કરવામાં આવી હતી. જે કોર્ટે ગ્રાહ્ય રાખીને શરતી જામીન આપ્યા હતા.
3 દિવસમાં પાસપોર્ટ જમા કરાવવો પડશે
સાકેત ગોખલેને મેટ્રો કોર્ટે જામીન આપ્યાં તેમાં એવી શરતો રાખવામાં આવી હતી. જેમાં આરોપી પાસે પાસપોર્ટ હોય તો પાસપોર્ટ 3 દિવસમાં રજૂ કરવાનો રહેશે અને આરોપી સામે તપાસ ચાલુ છે, ત્યારે જ્યારે પણ તપાસ કરનાર અમલદાર તેને બોલાવવામાં આવે ત્યારે તપાસમાં સહકાર આપવાનો રહેશે. સાથેસાથે ચાર્જશીટ ના થાય ત્યાં સુધી મહિનાની 1 થી 5 તારીખ સુધીમાં પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડશે. આમ શરતોને આધીન આરોપીના 25 હજારના બોન્ડ પર શરતી જામીન મેટ્રો કોર્ટે આપ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.