તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:અમદાવાદમાં મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના 18થી વધુ વયના સંતોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સંતોએ વેક્સિનેશનને આવકારદાયક પગલું ગણાવ્યું - Divya Bhaskar
સંતોએ વેક્સિનેશનને આવકારદાયક પગલું ગણાવ્યું
  • સંતોએ તમામ હરિભક્તો અને જનતાને વેક્સિન લેવા માટે અપીલ કરી હતી

ગુજરાતના 51મા સ્થાપના દિન પહેલી મેના રોજ 18થી 44 વર્ષની ઉંમરના દરેક યુવાનોને વેક્સિન આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. આ વેક્સિનેશનની પ્રક્રિયાથી યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમા મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્ર પ્રસાદ સ્વામીની આજ્ઞાથી સ્વામિનારાયણ ગાદીના 18થી વધુ વયના સંતોએ કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. તેમણે વેક્સિન લેવા માટે લોકોને અપીલ કરી હતી.

સંતોએ હરિભક્તો અને જનતાને વેક્સિન લેવા અપીલ કરી
સંતોએ હરિભક્તો અને જનતાને વેક્સિન લેવા અપીલ કરી

સંતોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
વેક્સિનનો પ્રથમ ડોઝ લેનાર સંતોએ કહ્યું હતું કે, અમે આજે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. આ માનવતાવાદી અને પ્રસંશનીય કાર્ય છે. આપણા ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ કોરોના સામે વૈશ્વિક લડાઈને મજબૂત કરવા માટે ખૂબ મોટું કામ કર્યું છે. સંતોએ તમામ હરિભક્તો અને જનતાને વેક્સિન લેવા માટે અપીલ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા કરવામાં આવેલી વેક્સિનેશનની પહેલ આવકાર દાયક છે. અમે અત્યારે વેક્સિન લીધી છે અને તેની કોઈ આડ અસર થઈ નથી. જેથી લોકોએ પણ વેક્સિન લેવા માટે આગળ આવવું જરૂરી છે.

યુવાનો મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે
ગુજરાત સરકારે રાજ્યના 18 થી 44 વર્ષની ઉંમરના દરેક યુવાઓને વેક્સિન આપવા અંગેની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. જેને લઇને યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવાનો ખૂબ મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. તેમજ એપોઇન્ટમેન્ટ મુજબ વેકસીન લઇ પોતાને કોરોનાથી સુરક્ષિત કરી રહ્યા છે. યુવાનો રાજ્ય સરકારની ઓનલાઈન રજીસ્ટ્રેશન પદ્ધતિથી ખૂબ જ સંતુષ્ટ જોવા મળ્યા હતા તો બીજી તરફ વધુમાં વધુ લોકોને વેક્સિન લેવા અપીલ પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...