તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધાનો અભાવ:સૈજપુર સ્મશાનમાં લાકડા કે ગેસ ચિતાની પણ પૂરતી સવિધા નથી

અમદાવાદ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સુવિધાઓ વિનાનું નામમાત્રનું હાંસિયામાં ધકેલાયેલું શહેરનું અંતિમધામ

આ એવું સ્મશાન છે જ્યાં અંતિમ ક્રિયા માટે કોઇ કરવા આવે તો તેની નજીવી પૂરતી સુવિધાઓ પણ નથી. આ પૂર્વના સૈજપુર સ્મશાન ગૃહની વાત છે. શહેરીજનો અહીં કોઈ સ્વજનની અંતિમ ક્રિયા કરવા આવે ત્યારે પૂરતા લાડકા કે સીએનજી ભઠ્ઠી કાર્યરત હોય તે જરૂરી છે. આ ઉપરાંત સ્મશાનમાં પાણીની પૂરતી સુવિધા હોય તે પણ જરૂરી છે. આ બધાના અહીં અભાવ જોવા મળે છે. સ્મશાનમાં પ્રવેશ કરતાં જ જાણે કોઈ જર્જરિત સ્થળ પર આવી ગયા હોઈએ તેવું સ્થાનિક કહે છે. હમણાં જ ડ્રાફ્ટ બજેટ રજૂ થયું તેમાં આ સ્મશાન ના ડેવલપમેન્ટના નક્કી થયું છે. જોકે કામ શરૂ થઈને ક્યારે પૂર્ણ થશે તેને લઈને સ્થાનિકોના મત પ્રમાણે વર્ષ નીકળી જશે.

સુવિધાઓના અભાવે લોકો અંતિમક્રિયા માટે આવવાનું ટાળે છે
સામાજિક કાર્યકર પ્રિયકાંત કલાપીએ જણાવ્યું હતું કે, અંતિમધામમાં જઈએ એટલે ત્યાં ધામ જેવું લાગવું જોઈએ. તેને બદલે સૈજપુરનાં આ સ્મશાનમાં કોઈ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ જ નથી. બજેટમાં તેના વિકાસ માટે જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ હવે કેટલા વર્ષે તેનો વિકાસ થાય છે તે જોઈએ. અહીં કોઈ અંતિમ સંસ્કાર માટે આવે ત્યારે ક્યારેક લાકડાં ન હોય તો ક્યારેક ભઠ્ઠી તૂટી ગઈ હોય. આવી સમસ્યાઓને લઈને લોકો અહીં અંતિમ સંસ્કાર માટે આવવાનું પણ પસંદ કરતાં નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો