SC-ST સમાજની એકતા રેલી યોજાઈ:કહ્યું- જે પાર્ટી અત્યાચાર અટકાવવા અને RTEમાં બેઠક વધારવા જેવા પ્રશ્નોનું નિરાકરણ લાવશે તેને જ સમર્થન આપીશું

અમદાવાદ2 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા અમદાવાદ SC-ST સમાજ દ્વારા સમાજના પડતર પ્રશ્નોને લઈને જનઆક્રોશ રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં અનેક માંગણીઓ કરવામાં આવી છે. જે પણ રાજકીય પક્ષ માંગણીનું નિરાકારણ લાવશે તેને જ સમર્થન આપવાની જાહેરાત કરી છે.

આ પડતર પ્રશ્નો ઉકેલવા કરી માંગ
નરોડા વિસ્તારમાં આજે સૂત્રના કારખાના પાસે SC-ST સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. છેલ્લા કેટલાય સમયથી પડતર પ્રશ્નોને લઈને ચૂંટણી અગાઉ જ રેલી યોજી છે. સમાજ પર થતા અત્યાચાર અટકાવવા,RTEમાં બેઠક વધારવા,બોગસ પ્રમાણપત્ર રદ કરી બનાવનાર સામે કાર્યવાહી કરવા, સમાજના હિતમાં જ ગ્રાન્ટ વાપરવા સહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગણી કરવામાં આવી છે.

આ માંગણીઓ પુરી નહીં થાય તો ઉગ્ર આંદોલન
આ દરમિયાન SC-ST સમાજના આગેવાન કલ્પેશ પરમારે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય સમયથી પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી છે. પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી. જેથી હવે જે પણ રાજકીય પાર્ટી રસ લઈને અમારા માંગણીઓ નિરાકરણ લાવશે, ચૂંટણીમાં તેને જ અમે સમર્થન આપીશું.આ માંગણીઓ પુરી નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...