હાઇકોર્ટે અરજદારોને ઝાટક્યાં:...કહ્યું, ‘તમારા જેવા 4 અરજદાર માટે 6 કરોડના જીવ જોખમમાં ન મુકાય, AMCના નિર્ણયમાં કોઈપણ વ્યક્તિએ સહેજપણ દખલગીરી ન કરવી જોઇએ’

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર
  • જાહેર સ્થળે પ્રવેશ માટે વેક્સિન સર્ટિફિકેટને પડકારતી અરજી પર કોર્ટની ટકોર
  • લાખો લોકોના હિત માટે કોર્પોરેશને જે નિર્ણય લીધો છેઃ હાઇકોર્ટ

મ્યુનિ. કોર્પોરેશને જાહેર જગાઓ પર ફરજિયાત વેક્સિનના બંને ડોઝ લીધાનું સર્ટિફિકેટ બતાવવાના નોટિફિકેશનને પડકારતી જાહેરહિતની અરજી હાઇકોર્ટમાં કરાઇ હતી. તેમાં રજૂઆત કરી હતી કે, કેન્દ્ર સરકારે વેક્સિનને મરજીયાત બનાવી છે. અને કેન્દ્રની માર્ગદર્શિકા મુજબ વેક્સિનના બંને ડોઝ લેવા ફરજિયાત નથી.

કેન્દ્ર સરકારના નિર્ણયની ઉપરવટ જઇને કોર્પોરેશન આવો નિર્ણય લાવી શકે નહીં. સ્નાનાગાર, જિમ જેવાં સ્થળે પ્રવેશતા પહેલાં સર્ટિફિકેટ ફરજિયાત બતાવવાનો નિર્ણય કોર્પોરેશન લઇ શકે નહીં તેવી પણ દલીલ કરી હતી. આ દલીલ સાંભળીને જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ નિરલ મહેતાની ખંડપીઠે અરજી ફગાવતા ટકોર કરી હતી કે, તમારા જેવા 4 અરજદારો માટે 6 કરોડ લોકોના જીવને જોખમમાં મુકી શકાય નહીં.

નિશાંત બાબુભાઇ પટેલ સહિત ચાર અરજદારોએ જાહેર જગા પર ફરજિયાત વેક્સિન સર્ટિફિકેટ બતાવવાના નિર્ણયને પડકારતી જાહેરહિતની અરજીમાં કરેલી દલીલથી નારાજ થતાં કોર્ટે અવલોકન કર્યું કે, લાખો લોકોના હિત માટે કોર્પોરેશને જે નિર્ણય લીધો છે, તેમાં કોઇએ દખલગીરી કરવી નહીં. ઓમિક્રોન અને ત્રીજી લહેરની આશંકા વચ્ચે રક્ષણ મેળવવા માટે સત્તાધીશોએ લીધેલો નિર્ણય દરેક નાગરિક માટે બંધનકર્તા છે. કોઇપણ નાગરિકે કોરોના માટે જાહેરહિતમાં સરકારે લીધેલા નિર્ણયમાં હસ્તક્ષેપ કરવો જોઇએ નહીં.

કોર્ટે પૂછ્યું, ‘તમે કોરોનાકાળનાં બે વર્ષ ભૂલી ગયા?’
ખંડપીઠે અરજદારના વકીલને સવાલ કર્યો હતો કે, તમે બિહામણાં સપનાં જેવા કોરોનાકાળના બે વર્ષને ભૂલી ગયા છો? હવે ત્રીજી લહેરની આશંકા પ્રબળ થઇ છે ત્યારે તો ત્રીજો બુસ્ટર ડોઝનો સમય આવ્યો છે. થોડા દિવસ સ્નાનાગારમાં જવાનું બંધ કરી દો નહિંતર વેક્સિનના બંને ડોઝ લઇ લો.આવા અરજદારો હાઇકોર્ટમાં શું કામ આવે છે? અમે દંડ ફટકારી દઇશું.

અન્ય સમાચારો પણ છે...