સેબી ઓફિસે વિરોધ:અમદાવાદમાં સહારા પરિવારના કર્મીઓ અને રોકાણકારોના ધરણાં, ટાગોર હોલથી સેબી ઓફિસ સુધી રેલી યોજી

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
સેબી ઓફિસે બેનર સાથે સહારા કર્મીઓનો વિરોધ - Divya Bhaskar
સેબી ઓફિસે બેનર સાથે સહારા કર્મીઓનો વિરોધ
  • સુપ્રીમ કોર્ટ તરફથી સહારા ગૃપ પર એમ્બાર્ગો લગાવાયો છે જેથી રોકડ ચૂકવણી થઈ નથી
  • સહારા સાથે જોડાયેલા કર્મચારીઓ પાસે રૂપિયા નથી જેથી ઘર ચલાવવું મુશ્કેલ હોવાનો દાવો

અમદાવાદમાં સહારા પરિવારના કર્મચારીઓ અને નિવેશકોએ ધરણાં પર બેસી વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદના ટાગોર હોલથી ગુલબાઈ ટેકરા સેબીની ઓફિસ સુધી રેલી યોજી પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો. કર્મચારીઓ અને નિવેશકોનું કહેવું છે કે, આઠ વર્ષ પહેલાં સેબી અને સહારા વચ્ચે થયેલા વિવાદના કારણે સુપ્રીમ કોર્ટ તરફથી સહારા ગ્રૂપ પર એમ્બાર્ગો લગાવવામાં આવ્યો છે, જેના કારણે તેમને રોકડની ચૂકવણી થઈ નથી .

કર્મીઓ બેરોજગાર અને ભૂખ્યા રહેવી પડે તેવી સ્થિતિ
કર્મચારીઓ કે જેઓ પાછલા લાંબા સમયથી સહારા સાથે જોડાયેલા છે, તેમને રૂપિયા નથી મળ્યા. જેથી તેમનું ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. સાથે જ એવો દાવો પણ કરવામાં આવે છે કે જેઓ બેરોજગાર અને ભૂખ્યા હવે રહે એવી સ્થિતિનું નિર્માણ થયું છે.

સહારાના કર્મીઓએ બેરોજગાર થવાનો ભય વ્યક્ત કર્યો
સહારાના કર્મીઓએ બેરોજગાર થવાનો ભય વ્યક્ત કર્યો

સેબીમાં 24 કરોડ સહારાએ જમા કરાવી છે
આઠ વર્ષ પહેલાં સેબી અને સહારા વચ્ચે વિવાદના બાદ સેબીએ સહારા પાસેથી રોકડ રકમનો હક મેળવી લીધો હતો. 24 કરોડ રૂપિયાની રકમ સેબીમાં જમા કરવામાં આવી હતી. જે રકમ ઝડપથી સહારાને ચૂકવવામાં આવે, જેથી કરીને કર્મચારી અને નિવેશકોને મળે તે માટેની માંગ કરવામાં આવી રહી છે. કર્મચારીઓ અને નિવેશકોનું એવું પણ કહેવું છે કે, 150 જેટલા અખબારોમાં જાહેરાત મારફતે સેબીએ 125 કરોડની રકમ ખાતેદારોને જમા કરાવી છે. જોકે હજુ પણ કેટલાક ખાતેદારોના નાણાં બાકી છે, જે ઝડપથી ચૂકવવા માટે અને પરત સહારાને આપવા માંગ કરવામાં આવી રહી છે.

ટાગોર હોલથી ગુલબાઈ ટેકરા રેલી કરી સેબીની ઓફિસ સૂત્રોચ્ચાર
ટાગોર હોલથી ગુલબાઈ ટેકરા રેલી કરી સેબીની ઓફિસ સૂત્રોચ્ચાર

ટાગોર હોલ ધરણાં કર્યા હતા
સહારા ઇન્ડિયાના કર્મચારીઓનો પણ દાવો છે, કે કરોડો રોકાણકારોની વિગતો KYC સાથે સેબીને આપવામાં આવી છે. તેમ છતાંય તેમના હિસ્સાના પૈસા આપવામાં નથી આવી રહ્યા. જેને લઇને ટાગોર હોલમાં ધરણાં પર બેઠા અને રેલી સ્વરૂપે ગુલબાઈ ટેકરા ખાતે સેબીની ઓફિસ પહોંચી સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.