પિતાના અવસાનથી ડિપ્રેશન:ખંભાતની સગીરા ઘરેથી ભાગી અમદાવાદ આવી પહોંચી; ‘પિતાના મૃત્યુ પછી જીવીને શું કરીશ?’ તેવા વિચાર કરતી હતી

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • અભયમની ટીમે ખંભાતની સગીરાને સમજાવી પાછી મોકલી

પિતાનું અવસાન થતા નિરાધાર બન્યાના અહેસાસથી ખંભાત નજીકના એક ગામની સગીરા ડિપ્રેશનમાં આવીને ઘર છોડી ચાલી નીકળી અમદાવાદ આવી પહોંચી હતી. જોકે એક સદગૃહસ્થે સગીરાને એકલી જોઈ પૂછપરછ કરી અભયમની મદદ લેતા અંતે સગીરાને તેની માતાને સોંપવામાં આવી હતી.આમ અભયમની ટીમે માતા અને પુત્રીનું મિલન કરાવ્યું હતું.

અભયમની ટીમને ફોન આવ્યો હતો કે, એક 15 વર્ષીય છોકરી મળી આવી છે અને પોતાનું નામ, સરનામંુ જણાવતી નથી, અભયમની ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કરતા જણાવ્યું હતું કે, તે ખંભાતના એક ગામડામાં તેના પરીવાર સાથે રહે છે અને પરિવાર ખેતી કરે છે. તે પોતાની માતા-પિતાનું એકનું એક સંતાન છે અને તેના પિતાનું હજુ કાલે જ અવસાન થયું હોવાથી તેમજ સગીરા દસમાં ધોરણમાં અભ્યાસ કરતી હોય પિતાની છત્રછાયા ગુમાવતા ડિપ્રેશનમાં આવીને ઘરેથી નીકળી અને અમદાવાદ આવી ગઈ હોવાનું જણાવ્યું હતુ.

પિતાના મૃત્યુ પછી જીવીને શું કરીશ તેવા વિચારો કરતી હતી. બીજી બાજુ અભયમની ટીમે સગીરાનો મોબાઈલ લઈને વોટ્સએપ ચેક કરતા સત્ય હકીકત જાણવા મળી હતી, જેમાં સગીરાના પિતાનું અવસાન થતા તે ડિપ્રેશનમાં આવી ગઈ હોવાના કારણે પોતાનું ઘર છોડી દીધું હોવાની પુષ્ટિ થઈ હતી.

સદગૃહસ્થના કારણે સગીરા ઘરે પાછી ફરી
સામાન્ય રીતે અભયમની હેલ્પલાઈન પર મહિલાઓના ઘરેલુ પ્રશ્નો માટે મહિલાઓ જ ફોન કરતી હોય છે પરંતુ આ વખતે થર્ડ પાર્ટી એટલે કે એક સદગૃહસ્થે ફોન કરી અભયમની એક સગીરાને મદદ કરવાનું કહ્યું હતું. આમ એક સદગૃહસ્થના કારણે સગીરા કોઈ અન્ય ખરાબ લોકોના હાથમાં જતી બચી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...