SGVP ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં અને પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં અમદાવાદ મેમનગર ગુરુકુલમાં આજે 45મું ઓન-લાઇન જ્ઞાનસત્ર શરુ થયેલ છે. જ્ઞાનસત્રના પ્રારંભમાં સવારે હરિભકતો દ્વારા જનમંગળ સ્તોત્રનું પુરશ્ચરણ કરવામાં આવ્યું હતું. જ્ઞાનસત્ર દરમ્યાન દરરોજ સવારે 8થી 8.30 સુધી હરિભકતો દ્વારા જનમંગળ સ્તોત્રનું પુરશ્ચરણ કરવામાં આવશે. જ્ઞાનસત્ર દરમ્યાન દરરોજ સાંજે માધવપ્રિયદાસજી સ્વામી કથાનું રસપાન કરાવશે.
ઋષિકુમારોએ સામૂહિક પ્રાર્થના કરી હતી
હિન્દુ ધર્મમાં પંચાયતન દેવો - વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્યનારાયણને માનવામાં અને પૂજવામાં આવે છે અને વિશિષ્ઠ રીતે શ્રાવણ માસમાં શિવજી ભગવાનનું પૂજન કરવામાં આવે છે. તે આજ્ઞાનુસાર શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે SGVP ગુરુકુલ સંત નિવાસની સામેના પરિસરમાં બિરાજીત ભગવાન નીલકંઠ મહાદેવજીનું શિવમહિમ્ન સ્તોત્રના ગાન સાથે દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના વેદથી માંડીને આચાર્ય કક્ષા સુધીના ઋષિકુમારોએ પૂજન કર્યું હતું. અને સામૂહિક પ્રાર્થના કરી હતી.
રુદ્રાભિષેક તેમજ બિલીપત્રો સાથે પૂજન કર્યું
આ પ્રમાણે પુરાણી બાલકૃષ્ણદાજી સ્વામીની ઉપસ્થિતિમાં મેમનગર સ્વામિનારાયણ ગુરુકુલમાં બિરાજીત ભગવાન નીલકંઠ મહાદેવજીનું વર્ણીસ્વરુપચદાસજી સ્વામીની આગેવાની હેઠળ શંકર ભગવાનનું વિદ્યાર્થીઓએ અને સંતોઓએ ષોડશોપચાર સાથે પંચામૃતાભિષેક, રુદ્રાભિષેક તેમજ બિલીપત્રો સાથે પૂજન કર્યું હતું. શિવજી ભગવાનના લીંગને મૂર્તિ ઢગ ફુલની માળાઓ ધરાવવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.