રાજ્યમાં વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ આમ આદમી પાર્ટીએ શરૂ કરી છે. અત્યારે આમ આદમી પાર્ટીમાં ભરતી અભિયાન એટલે કે લોકોને પાર્ટી સાથે જોડવામાં આવી રહ્યા છે. ત્યારે આજે રાજ્યના ખેડૂત નેતા એવા ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આપના નેતા ઈસુદાન ગઢવી, અને મનોજ સોરઠિયાની હાજરીમાં AAPનો ખેસ પહેર્યો હતો. સાગર રબારીએ ખેડૂત એકતા મંચમાંથી રાજીનામું આપી જોડાયા છે.
સમર્થકો સાથે વાતચીત કરી આપમાં જોડાયો
સાગર રબારીએ કહ્યું હતું કે, મેં મારા તમામ સમર્થકો અને મારી સાથેના લોકો સાથે વાતચીત કરી અને જોડાયો છું. લોકોને અંધારામાં રાખી અને પાર્ટી તરફ ઢળું એ યોગ્ય નથી. 37 વર્ષ સુધી આંદોલનો કર્યા છે. અનેક પ્રલોભનો આવ્યા હતા. હજારો કિલોમીટરનો રાજ્યમાં પ્રવાસ કર્યો છે અને જોડાયેલા મિત્રોને જાણ કરી છે.
લાયકાત કરતા લોકોએ વધુ પ્રેમ આપ્યો
ખેડૂતોએ અને લોકોએ પણ મને મારી લાયકાત કરતા વધુ પ્રેમ આપ્યો છે. તમામ લોકોની પીડા છે અને તેમની સાથે હું ઉભો રહીશ. મારા મિત્રો મારી સાથે રહ્યા છે અને બંને વિકલ્પ આપ્યા છે. જેમાં રાજકારણમાં આવવા માગતા હોય તો મદદ કરીશ અને બહારથી પણ જો જોડાવા માટે તો હું સાથ આપીશ તેમ સાગર રબારીએ જણાવ્યું હતું.
ખેડૂત એકતા મંચની બેઠકમાં ગેરહાજર રહીશ
સરકાર સામાજિક સુરક્ષા આપી શકતી નથી. લોકો સુરક્ષિત હોવાનો અહેસાસ મળે એવુ ગુજરાત જોઈએ છીએ. ખેડૂત એકતા મંચ પરથી રાજીનામું આપ્યું છે. આગામી દિવસોમાં એકતા મંચની બેઠક મળશે એમા હું ગેરહાજર રહીશ. જેથી ખેડૂતો સ્વતંત્ર રીતે ચલાવવું જોઈએ કે કેમ તે ચર્ચા કરી શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.