વેક્સિનેશનને વેગ:ગુજરાત વાહન વ્યવહાર વિભાગની ‘સલામત સવારી’, અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ ખાતે પ્રવાસીઓ માટે વેક્સિનેશનની વ્યવસ્થા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગીતા મંદિર ખાતે વેક્સિન લઈ રહેલો મુસાફર - Divya Bhaskar
ગીતા મંદિર ખાતે વેક્સિન લઈ રહેલો મુસાફર
  • રોજના 150 જેટલા પ્રવાસી વેક્સિન મુકાવી રહ્યા છે

રાજ્યમાં એક તરફ કોરોનાના કેસ નહિવત થઈ ગયા છે, ત્યારે વેક્સિનેશન ડ્રાઇવ પૂરજોશમાં ચાલી રહી છે. ગુજરાત વાહન વ્યવહાર વિભાગની એસટી બસોમાં પ્રવાસીઓ માટે અમદાવાદના ગીતામંદિર સેન્ટ્રલ બસ સ્ટોપ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પ્રવાસીઓ રસીનો ડોઝ લગાવી રહ્યા છે.

અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેન્ડ રાજ્યમાં સૌથી મોટું અને અતિ વ્યસ્ત ગણાતું બસ સ્ટેન્ડ છે. જ્યાં દિવસના હજારોની સંખ્યામાં મુસાફરો અવર-જવર કરતાં હોય છે. તહેવારોના સમયમાં પ્રવાસીઓને કોરોના સામે સુરક્ષા કવચ સમાન વેક્સિન લઈ મુસાફરી કરે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રોજના 150 જેટલા પ્રવાસી વેક્સિન મુકાવી રહ્યા છે.

આ બાબતે અમદાવાદ વિભાગના કન્ટ્રોલર જે.એન પટેલે જણાવ્યું કે નિગમની બસમાં મુસાફરોને સલામત અને સમયસર પહોંચાડવા આવે છે. પરંતુ હાલના કોવિડના સમયમાં ખરા અર્થમાં કોરોનાની સામે રક્ષણ મળી રહે તે માટે રસીકરણની વ્યવસ્થા બસ સ્ટેન્ડ પર કરવામાં આવી છે. જે માટે સ્થાનિક હેલ્થ સેન્ટરનો સાથે મળીને રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. પ્રવાસીઓ પણ અહીં સરળતાથી લાંબી કતારોની ઝંઝટ વિના વેકસીન મળી રહે છે જેનો લાભ પ્રવાસીઓ લઇ રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...