કામગીરી:ખરાબ હવામાનની વચ્ચે બે ફ્લાઇટનું સેફ લેન્ડિંગ કરાયું; વિશ્વભ્રમણ માટે નીકળેલા કિશોરનું એરક્રાફ્ટ, વહેલ માછલી જેવું કાર્ગો વિમાન લેન્ડ કરાવાયાં

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ એરપોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ એરપોર્ટ - ફાઇલ તસવીર

અમદાવાદ એરપોર્ટ પર સોમવારે બેલુગા કાર્ગો અને અન્ય એક ફ્લાઇટનું ખરાબ હવામાન વચ્ચે સેફ લેન્ડિંગ કરાયું હતું. વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરવાના ઉદ્દેશ સાથે 16 વર્ષનો કિશોર માર્ક રૂથરફોર્ડ એકલો જ 23 માર્ચે બલ્ગેરિયાથી અલ્ટ્રાલાઇટ સાર્ક એરોપ્લેન સાથે વિશ્વભ્રમણ માટે નીકળ્યો છે. તેણે સવારે 10 વાગે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયો હતો. અમદાવાદમાં એક દિવસ રોકાયા બાદ તે દિલ્હી જવા રવાના થયો હતો, જ્યાંથી તે મંગળવારે કોલાકતા થઈ થાઈલેન્ડ તરફ આગળ વધશે.

બીજી તરફ રવિવારે મોડી રાતે વરસાદી માહોલ વચ્ચે હસતી વહેલ માછલી આકારનું બેલુગા એરકાર્ગો વિમાનનું એર ફ્યૂઅલ માટે અમદાવાદ એરપોર્ટ પર મોડી રાતે 12 વાગે લેન્ડ થયું હતું. આ વિમાન અબુધાબીથી કોલકાતા તરફ જઈ રહ્યું હતું ત્યારે ફ્યૂઅલ ભરાવવા અમદાવાદમાં લેન્ડ કરાયું હતું. જ્યાં ચાર કલાક રોકાયા બાદ વહેલી સવારે લગભગ 4 વાગે કોલકાતા તરફ જવા રવાના થયું હતું. જોકે એરપોર્ટ પર ખરાબ હવામાન અને વિઝિબિલિટી ઓછી હોવા છતાં બંને ફ્લાઇટનું સલામત લેન્ડિંગ કરાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...