રોડ ગંદો:અમદાવાદમાં રોડ પર માટીના થર બદલ સાફલ્ય ઇન્ફ્રાને 25 હજારનો દંડ ફટકારાયો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાફલ્ય ઇન્ફ્રાની સાઇટથી રોડ ખરાબ થયો - Divya Bhaskar
સાફલ્ય ઇન્ફ્રાની સાઇટથી રોડ ખરાબ થયો
  • સેટેલાઈટ પાસે આવેલી સાઇટના કામથી રોડ ગંદો થયો હતો

દ.પશ્ચિમઝોનમાં સેટેલાઇટ રોડ પર સ્ટાર બજાર સામે નવા બની રહેલા સાફલ્ય ઇન્ફ્રા પ્રોજેક્ટે જાહેર રોડ પર માટીના થર પાથરી રોડ ખરાબ કરતાં મ્યુનિ.એ સાફલ્ય ઇન્ફ્રાને 25 હજાર દંડ ફટકાર્યો છે. સાઇટના સ્થળેથી આવતા જતા વાહનોમાંથી ખોદકામની માટી રોડ પર ફેલાઈ જતાં લોકોને પડેલી તકલીફની ફરિયાદ મળતાં મ્યુનિ.એ કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત કર્ણાવતી ક્લબની સામે આવેલા અમદાવાદ ફૂડ પાર્કે કિચન વેસ્ટ જાહેરમાં નાખતા વિશાલ ભરવાડ નામની વ્યક્તિને પણ રૂ.25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. શહેરમાં સંખ્યાબંધ બાંધકામ સાઇટ પર ચાલતા કામને લીધે ઘણી વખત રોડ પર માટી પથરાઈ જવા ઉપરાંત રોડ તૂટી પણ જતાં હોય છે.

અન્ય સમાચારો પણ છે...