4 જાન્યુઆરીના શુભદિને સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર દ્વારા કુમકુમ મંદિરના સંસ્થાપક સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શારત્રી આનંદપ્રિયદાસજી સ્વામીના મુખે બોલાયેલ અબજીબાપાની વાતો ભાગ-2ની ઓડિયો લિરિક્સ તૈયાર કરવામાં આવી હતી તેનું વિમોચન કરવામાં આવ્યું.
અબજીબાપાની વાતોની ઓડિયો લિરિક્સ તૈયાર કરાઈ
આ પ્રસંગે આ પ્રોગ્રામ અંગેની માહિતી આપતાં કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, અબજીબાપાની વાતોની ભાગ-2માં કુલ 170 વાતો છે અને 122 પરચા છે. આ સમગ્ર વાતોનું કુમકુમ મંદિરના સંસ્થાપક સાધુતાની મૂર્તિ સદ્ગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીના મુખે બોલાયેલ રેકોર્ડીંગ છે તે અને જે અબજીબાપાની વાતોનું લખાણ છે તેનો એકસાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓ મોબાઈલ ફોનમાં અથવા તો ટીવી સ્ક્રીન ઉપર લાભ લઈ શકે તેવા હેતુથી આ પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે.
સત્સંગી ભાઈ બહેનો બાપાએ જીવન સંદેશ આપ્યો
અત્યાર સુધી આપણા આધ્યાત્મિક ગ્રંથો દ્વારા આપણા સંસ્કારો, સંસ્કૃતિ અને સદાચારમય ધાર્મિક બાબતો જાણી શકાતી હતી. પરંતુ હવે સમય પ્રમાણે પરિવર્તન આવ્યું છે. ટેક્નોલોજીની ક્રાંતિએ સૌની જરૂરિયાત અને સ્વીકારના સ્વરૂપ બદલી નાંખ્યા છે. તેના કારણે અબજીબાપાની વાતોના ગ્રંથને આ રીતે ઓડિયો લિરિકિસના માધ્યમથી સૌના હસ્તમાં મૂકવામાં આવી છે. આ જે અબજીબાપાની વાતો છે તેમાંથી દરરોજ એક વાતને નિત્ય સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે. જેથી દેશ વિદેશના અનેક યુવાનો અને વડીલ સત્સંગી ભાઈ બહેનો બાપાએ જે જીવન સંદેશ આપ્યો છે તેનો લાભ પ્રાપ્ત કરી શકશે.
ભગવાનનો સાક્ષાત્કાર કેવી રીતે કરી શકાય
આ જીવનપ્રાણ બાપાએ સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરીતા, ધ્યાન કરીને ભગવાનનો સાક્ષાત્કાર કેવી રીતે કરી શકાય છે? અનાદિમુક્તની સ્થિતિ, ભગવાનની મૂર્તિમાં રહેવાની વાત, ઈત્યાદિક મહત્તમ જે સિદ્ધાંતો છે તેનું નિરૂપણ આ વાતોમાં કર્યું છે. તેના કારણે આજનો જનસમાજ ખૂબ જ સરળતાથી ભગવાનને સમજી શકે છે અને પોતાનામાં રહેલા દોષોને જાણી શકે છે, અને તે દોષોને ટાળવાના ઉપાયો પણ સરળપણે કરી શકે તેવા હેતુથી જીવનપ્રાણ બાપાએ વાતો કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.