ઉજવણી:સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને 100 વર્ષ પૂર્ણ થતાં કુમકુમ મંદિર દ્વારા 'સદગુરુ સમર્પણ મહોત્સવ' ઉજવાશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની તસવીર - Divya Bhaskar
સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની તસવીર
  • 18થી 20 ઓક્ટોબર સુધી સ્વામિનારાયણ કુમકુમ સેવા કેન્દ્ર ખાતે ત્રિદિવસીય મહોત્સવ ઉજવાશે

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદ દ્વારા મહંત સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીને તા. ર૦ ઓક્ટોબરને શરદપૂર્ણિમાના રોજ 100 વર્ષ પૂર્ણ થતાં હોવાથી 18થી 20 ઓક્ટોબર સુધી સ્વામિનારાયણ કુમકુમ સેવા કેન્દ્ર - હીરાપુર ખાતે ત્રિદિવસીય મહોત્સવ ઉજવાશે. આ પ્રસંગે વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાટીકા અને શ્રી અબજીબાપાશ્રી ચરિત્રામૃત સુખસાગર ગ્રંથની પારાયણ યોજાશે.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ મહોત્સવની માહિતી આપતાં જણાવ્યું હતું કે, 18મી ઓક્ટોબરે 3 થી 8 વાગ્યા સુધી કુમકુમ મંદિર મણિનગરથી કુમકુમ સેવા કેન્દ્ર હીરાપુર સુધી સત્સંગ રેલી, મહોત્સવનું ઉદ્ઘાટન, પુસ્તક પ્રકાશન, સંતવાણી વગેરે કાર્યક્રમ યોજાશે. 19મીના રોજ સાંજે 4 થી 8 વાગ્યા સુધી અમદાવાદના વિવિધ મંદિરોના મહંતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનું સંત સંમેલન યોજાશે. આ પ્રસંગે કુમકુમ મંદિરના મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના જીવન ઉપર લખાયેલ “સાધુતાની મૂર્તિ સદગુરુ સ્વામી” ગ્રંથનું વિમોચન કરવામાં આવશે.

20મી ઓગસ્ટના રોજ સવારે 8.30થી થી 12 વાગ્યા સુધી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પોડ્શોપચારથી પૂજન, જનમંગલના પાઠ, શ્રી હરિની રજતતુલા અને સુવર્ણ તુલા, સમૂહ આરતી, સદગુરુ સ્વામીના આશીર્વાદ લેવામાં આવશે. સાંજે 4 થી 8 વાગ્યા સુધી મહિમા ગાન, સન્માન સમારંભ, શરદોત્સવ પ્રસંગે રાસ આદી વિવિધ કાર્યક્રમો યોજાશે. આ સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટ્યુબ ચેનલ ઉપર કરવામાં આવશે.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી અંગે જણાવ્યું હતું કે, તેઓ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના પ્રથમ પટ્ટશિષ્ય છે. તેમણે દીક્ષા ગ્રહણ કરી તેને 80 વર્ષ થયાં છે. સંસ્કૃતિના પ્રચાર માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સૌ પ્રથમ શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી ઈ.સ.1948 માં આફ્રિકા ગયા હતા અને સદ્‌સંસ્કારોનું સિંચન વિદેશમાં જઈને કરવાનો પ્રારંભ કર્યો હતો.

અખિલ ભારત સાધુ સમાજના ઉપાધ્યક્ષ અને ગુજરાત સાધુ સમાજના પ્રમુખ તરીકે શ્રી મુકતજીવન સ્વામીબાપાએ સેવા અર્પી ત્યારે તેમની સાથે મંત્રી તરીકે રહીને સાધુ સમાજ દ્વારા સદાચાર સપ્તાહો યોજીને ગુજરાતની જનતામાં પ્રાણ ફૂંકવાની સેવા પણ તેમણે કરી છે.