તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્લોક:સાબરમતી રેલવે સ્ટેશને આજે સવારે 9.30થી 5 કલાક સુધી ગર્ડર મૂકવા માટે બ્લોક લેવાશે, સોમનાથ જતી ટ્રેન કાલુપુરથી નહીં ઉપડે

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

અમદાવાદ ડિવિઝનમાં સાબરમતી જંક્શન સ્ટેશન નજીક રેલવે લાઇનની ઉપર ગર્ડરનું લોન્ચિંગ કરાશે, જેના પગલે રેલવેએ 5 સપ્ટેમ્બરે રવિવારે 5 કલાકનો ટ્રાફિક અને પાવર બ્લોક આપ્યો છે, સવારે લગભગ 9.30 વાગ્યા બાદથી બપોર સુધી ટ્રેનોનું સંચાલન બંધ રહેશે. રેલવે અધિકારીએ જણાવ્યું કે, રાજકોટથી કોઈમ્બતુર જતી સ્પેશિયલ ટ્રેન સવારે 9.30 વાગે પસાર થયા બાદ બ્લોક શરૂ થશે, જેના પગલે અમદાવાદથી સોમનાથ જતી ટ્રેન રવિવારે અમદાવાદ અને સાબરમતી વચ્ચે કેન્સલ કરાતા આ ટ્રેન કાલુપુરને બદલે સાબરમતીથી ઊપડશે. જ્યારે ઓખા-ગુવાહાટી પાર્સલ ટ્રેન ચાંદલોડિયા સ્ટેશન પર સિકંદરાબાદ-રાજકોટ ટ્રેન અમદાવાદ સ્ટેશન પર રેગ્યુલેટ કરવામાં એટલે કે જ્યાં સુધી બ્લોક પૂર્ણ ન થાય ત્યાં સુધી રોકી રખાશે.

અન્ય સમાચારો પણ છે...