તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:સાબરમતી રેલવે હોસ્પિટલ કોવિડ ડેઝિગ્નેટ જાહેર થઈ, 6 ICU, 20 ઓક્સિજન બેડની વ્યવસ્થા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલવે કર્મચારીઓને ઝડપથી સારવાર મળી રહેશે, હાલ હોસ્પિટલના તમામ 26 બેડ ફૂલ થઈ ગયા

શહેરમાં કોરોનાના કેસ વધતાં કોરોનાગ્રસ્ત રેલવે કર્મચારીઓને ઝડપી સારવાર મળી રહે તે માટે રેલવેની સાબરમતી ખાતેની ડિવિઝનલ હોસ્પિટલને કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ જાહેર કરાઇ છે. 26 બેડની આ હોસ્પિટલમાં 6 આઈસીયુ બેડ અને 20 ઓક્સિજન બેડ છે. હાલમાં બધાં બેડ કોરોનાગ્રસ્ત રેલવે કર્મચારીઓથી ફુલ થઈ ગયા છે. હોસ્પિટલમાં દાખલ ગંભીર પ્રકારના દર્દીઓ માટે જરૂરી રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજનનો સપ્લાય સરળતાથી મળી રહે તે માટે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના હોદ્દેદાર સંજય સૂર્યબલીએ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને પત્ર લખી માગ કરી છે. રેલવે અધિકારીના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં ઓક્સિજન તેમજ જરૂરી તમામ દવાનો સપ્લાય ચાલુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના દર્દીઓને મદદરૂપ થવા માટે અગાઉ પશ્ચિમ રેલવેએ રેલવે કોચમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કર્યા હતા. જોકે હજુ સુધી રેલવે કોચમાં બનાવવામાં આવેલા આ આઇસોલેશન બેડનો ઉપયોગ થયો નથી. જો આ બેડનો ઉપયોગ થાય તો હાલની સ્થિતિમાં હોસ્પિટલો પરનું ભારણ ઘટી શકે છે.

અન્ય સમાચારો પણ છે...