તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં ડિમોલિશન:સાબરમતી પાવર હાઉસ અને સુભાષબ્રિજ પાસે સ્થાનિકોના વિરોધ વચ્ચે 110 દબાણો તોડી પાડ્યા, મેટ્રો રેલની કામગીરી પૂરજોશમાં

અમદાવાદ2 મહિનો પહેલા
કેશવ નગર પાસે મેટ્રો ટ્રેન વચ્ચે આવતા દબાણો દુર કરાયા - Divya Bhaskar
કેશવ નગર પાસે મેટ્રો ટ્રેન વચ્ચે આવતા દબાણો દુર કરાયા
  • કેશવ નગરમાં મેટ્રો ટ્રેન માટે તૈયાર કરવામાં આવતાં બ્રિજની વચ્ચે આવતા મકાનોના દબાણોને દુર કરવામાં આવ્યા
  • પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર અને જેસીબીથી દબાણો દૂર કર્યા

અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મેટ્રો ટ્રેનના માર્ગ વચ્ચે આવતા દબાણોને પણ ઝડપથી દુર કરાઇ રહ્યા છે. સાબરમતી પાવર હાઉસ અને સુભાષ બ્રિજ તરફ ચીમનભાઈ બ્રિજને સમાંતર મેટ્રો ટ્રેનનો ટ્રેક અને સ્ટેશન તૈયાર થઇ રહ્યા છે. ત્યારે કેશવ નગર ચીમનભાઈ પટેલ બ્રિજ નીચે મેટ્રોના માર્ગ વચ્ચે આવતા 110 જેટલા પાકા મકાનો સહિતના દબાણોને અમદાવાદ કલેક્ટરની દેખરેખ હેઠળ દબાણો દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. જેમાં સ્થાનિકોને દૂર કરવા પોલીસે ટીંગાટોળી હતી.

સ્થાનિકો વિરોધ કરતાં પોલીસે ટીંગાટોળી કરી દબાણ હટાવ કામગીરી કરાવી
સ્થાનિકો વિરોધ કરતાં પોલીસે ટીંગાટોળી કરી દબાણ હટાવ કામગીરી કરાવી

કેટલાક રહીશો મકાનો છોડવા માંગતા ન હતા
મેટ્રો માટે વર્ષો જૂના પાકા મકાનો તોડવા માટે કેટલાક લોકોને વળતર પણ ચૂકવવામાં આવ્યુ હતું. 15 એક લોકો પોતાના મકાન અને જગ્યા છોડવા માંગતા ન હતા. પરંતુ આજે સવારે તેમને વળતરના ચેક આપી દેતા ડિમોલિશન કામગીરી થઈ હતી. અમદાવાદ કલેક્ટરની દેખરેખ હેઠળ મેટ્રો પ્રોજેક્ટની જુદી જુદી ટીમોએ સાથે મળી દબાણો દૂર કરવાની શરૂઆત કરી દીધી હતી. મોડી રાત સુધી દબાણો દૂર કરાયા હતા. જ્યારે અસરગ્રસ્તોને સુભાષબ્રિજ પાસેના આંબેડર હોલ સ્થિત સેલ્ટર હાઉસમાં રહેવાની કલેક્ટર દ્વારા 15 દિવસની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.

સુભાષબ્રિજ પાસે સ્થાનિકોના વિરોધની સંભાવના જોતા પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો
સુભાષબ્રિજ પાસે સ્થાનિકોના વિરોધની સંભાવના જોતા પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો

અનિચ્છનિય બનાવ ના બને એ માટે પોલીસ બંદોબસ્ત
દબાણો દૂર કરવામાં અડચણો ના આવે એ માટે રાણીપ પોલીસ સહિત પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મકાનો તોડવાની કામગીરી દરમિયાન કેટલાક અસંતુષ્ટ રહીશોએ ભારે વિરોધ પણ કર્યો હતો. પરંતુ વિરોધ વચ્ચે મકાનો પર જેસીબી અને બુલડોઝર ફરી વળ્યા હતા. મોટી સંખ્યામાં મકાનો ને તુટતા જોવા ચીમનભાઈ પટેલ બ્રિજ પર ભીડ જમા થઇ ગઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો