• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Sabarmati Mein 'Sant' Tune Kar Diya Kamal ... 4 BHK Furnished Flats For 25 Ashram Dwellers Living In Single Room, 60 Lakh Given To 158 Residents

ભાસ્કર એક્સક્લૂઝિવ:સાબરમતી મેં ‘સંત’ તુને કર દિયા કમાલ - સિંગલ રૂમમાં રહેતા 25 આશ્રમવાસીને 4 BHK ફર્નિશ્ડ ફ્લેટ, 158 રહીશોને 60 લાખ અપાયા

અમદાવાદ5 મહિનો પહેલાલેખક: અલ્પેશ ભટ્ટ
  • કૉપી લિંક
  • અંતેફ્લેટવાસી: સાબરમતી આશ્રમના 1200 કરોડના પ્રોજેક્ટ માટે અંતેવાસીઓના પરિવારોનું પુનર્વસન પૂર્ણતાને આરે

મહાત્મા ગાંધીએ 1917માં સ્થાપેલા સાબરમતી આશ્રમનો કાયાકલ્પ કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટને સાકાર કરવા માટે આશ્રમમાં વસતાં બાપુના અંતેવાસીઓના પરિવારજનોના પુનર્વસનની કામગીરી પૂર્ણતાને આરે છે. અંતેવાસીઓના 290 મકાનો પૈકી 201 જેટલા મકાન માલિકોએ ભવ્ય પ્રોજેક્ટ માટે પોતાના મકાનો આ પ્રોજેક્ટ માટે સોંપવા માટેના એમઓયુ કરી દીધા છે.

કરાર હેઠળ અત્યાર સુધી 40 ચોરસ વારના મકાનમાં રહેતા અંતેવાસીઓના પરિવારજનોને સરકાર દ્વારા 220 ચો. વારના 4 બેડરૂમના ફ્લેટ આપવામાં આવ્યા છે. જ્યારે ફ્લેટ નહીં લેવા માગતા પરિવારને 60 લાખ રૂપિયાના ચેક આપવામાં આવ્યા છે. ગાંધીજીએ આશ્રમ સ્થાપ્યો ત્યારે તે આશરે 36 એકર વિસ્તારમાં ફેલાયેલો હતો. હવે સરકાર 55 એકર એટલે કે 2,66,200 ચોરસ વાર વિસ્તારમાં 1200 કરોડ રૂપિયાના ખર્ચે આશ્રમનો કાયાકલ્પ કરવા જઈ રહી છે.

આ પ્રોજેક્ટ માટે આશ્રમમાં દાયકાઓથી વસતાં પરિવારજનોને મકાનોને તોડવા જરૂરી હતા. આ માટે સરકાર સાથે વાતચીત કરવા માટે આશ્રમવાસીઓ દ્વારા સંકલન સમિતિની રચના કરવામાં આવી હતી. શરૂઆતમાં પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલી સમિતિએ બાદમાં વાતચીતના વિવિધ તબક્કા બાદ સરકારનો પ્રસ્તાવ સ્વીકાર્યો છે. કુલ 291 મકાનમાલિકો પૈકી 201 મકાન માલીકોએ સરકારની ટીમ સાથે એમઓયુ કરીને પ્રોજેક્ટના સહકાર આપવા પોતાના મકાનો આપવા તૈયાર થયા છે.

290 અંતેવાસીઓમાંથી કોને શું મળ્યું...

  • 25 આશ્રમવાસીઓએ 4 બીએચકે ફ્લેટ સ્વીકાર્યા છે. તેમને અમદાવાદના શાસ્ત્રીનગર તથા સાબરમતી વિસ્તારમાં ફ્લેટની ફાળવણી કરાઈ છે.
  • 158 આશ્રમવાસીઓએ 60 લાખ રૂપિયાના ચેક સ્વીકાર્યા છે.
  • 18 રહેવાસીઓના ક્લેમ નામંજૂર કરીને તેમની જગ્યા કબજે લેવાઈ છે.
  • 61 રહેવાસીઓએ ટેનામેન્ટની માગણી કરી છે. તેમના માટે જગ્યાની પસંદગી ટૂંક સમયમાં થશે.
  • 28 રહેવાસીઓએ અલગ-અલગ દાવા કર્યા છે. તેમની સાથે વાટાઘાટો ચાલી રહી છે.

‘પતિનો સેલરી 7 હજાર, ફ્લેટ લેવાનું સપનામાં પણ વિચાર્યું નહોતું’
અમે આશ્રમ ખાતે એક રૂમ રસોડાના 40 વારના મકાનમાં રહેતાં હતાં. આજે આ પ્રોજેક્ટ હેઠળ અમને શાસ્ત્રીનગર ખાતે એક ફ્લેટ આપવામાં આવ્યો છે. તે ફ્લેટ 4 રૂમ રસોડાનો છે અને 220 વાર છે. મારા પતિ હાલ 7 હજારના વેતને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આ કિંમતનો ફ્લેટ આ વિસ્તારમાં લેવાનું અમે સ્વપ્નમાં પણ વિચારી શકીએ તેમ નહતાં. - ગીતાબેન રાઠોડ, આશ્રમવાસી લાભાર્થી

‘શરૂઆતમાં અમે પણ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો’
શરૂઆતમાં અમે પ્રોજેક્ટનો વિરોધ કરતાં હતા, કેમ કે અમે દિલથી ગાંધીજી અને આશ્રમ સાથે જોડાયેલા હતા. બાદમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક થઈ જેમાં બાપુની ભવ્યતાને વૈશ્વિક ફલક પર વધુ નિખારવા માટે આશ્રમને નવો ઓપ જરૂરી હોવાનું સમજાતા અમસહભાગી થવા તૈયાર થયા. - શૈલેશ રાઠોડ, સંકલન સમિતિના સ્થાનિક સભ્ય

‘40 લાખનો નાનો ફ્લેટ લેતા 20 લાખની બચત થઈ’
મારે મકાન સાથે કેટલાક પૈસા પણ લેવા હતાં. કમિટિના પ્રયાસોથી એક બિલ્ડર પાસેથી 40 લાખમાં ફ્લેટ મળ્યો. એ રીતે સરકાર પાસેથી પ્રાપ્ત 60 લાખમાંથી 20 લાખની બચત પણ થઇ જે અમે સંતાનોના શિક્ષણ પાછળ ખર્ચીશું. - જયેશભાઇ પરમાર, આશ્રમવાસી લાભાર્થી

ફ્લેટની સાથે 5 લાખ રોકડ અને 2 લાખનું ફર્નિચર પણ અપાયું
આશ્રમવાસીઓને સરકાર દ્વારા 4 બેડરૂમનો 220 ચો.વારનો ફ્લેટ આપ્યો જેની અંદાજિત કિંમત 55 લાખની ગણવામાં આવી હતી. તે સાથે રોકડ રૂ. 5 લાખ અને 2 લાખનું ફર્નિચર જેમાં 3 ડબલબેડ, વોર્ડરોબ, ડાઇનીંગ ટેબલ અને સોફાસેટ આપવામાં આવ્યા હતા. જે આશ્રમવાસીઓ ફ્લેટને બદલે રોકડ લેવા તૈયારી બતાવી તેમને રૂ. 60 લાખનો ચેક અપાયો સાથે જે રહીશોએ તેમને સસ્તામાં નાના ફ્લેટ અપાવા વિનંતી કરી તો તેમને અપાયેલા ચેકની રકમમાંથી જ બિલ્ડર સાથે પરામર્સ કરીને સસ્તા ફ્લેટ અપાવ્યા છે.